ટીપ્સ / કારમાં AC ફુલ હોય ત્યારે ટેમ્પરેચર બહાર કરતાં ઓછું રાખો

If the AC is full in the car then Keep the temperature low

Divyabhaskar.com

Jul 11, 2019, 01:03 PM IST

ઓટો ડેસ્કઃ મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે, ત્યારે સ્લિપી રોડ અકસ્માતોનું કારણ બને છે. તેથી, ચોમાસામાં કારની કાળજી કેવી રીતે રાખવી જોઇએ એ વિષય અંગે જાણકારી હોવી બહુ મહત્ત્વની છે. ટાયરોની વચ્ચેના થ્રેડ ગેપમાં થ્રેડ ડેપ્થ સારી હોવી ઘણી જરૂરી છે. જો એ સારી ન હોય તો ટાયર સ્લીપરી સરફેસ પર સ્લીપ મારી શકે છે. રૂપિયાના સિક્કાને ટાયરના થ્રેડના ગેપની વચ્ચે નાખો. જો સિક્કા પર બનેલ અશોક ચક્રનું મોઢું બહાર રહેશે તો ટાયર બદલવું જરૂરી છે. આ સાથે જ ટાયરનું પ્રેશર પણ માપવું જરૂરી છે.


વરસાદી સિઝનમાં ભીના રસ્તા લાઇટને વધારે એબ્ઝોર્બ કરે છે . તેથી, મોનસૂનમાં ટાયર અને બ્રેક ખાસ ચેક કરવી જોઇએ. ટાયર ટાયર સ્લિપ થઈ શકે છે અને બ્રેક્સ ફેઈલ થઈ શકે છે. તેથી, આ સિઝનમાં નિયમિત રૂપે તેને ચેક કરાવવી બહુ જરૂરી છે. બ્રેક પેડ્સને રેગ્યુલર ક્લીન કરો. આ સાથે જ બ્રેક ફ્લુઇડ લેવલ પર ચેક કરો અને બ્રેક ઓઇલ તપાસો. વરસાદી સિઝનમાં બ્રેકને વધારે અસર થાય છે. ટાયર ભીના હોય તો બ્રેક સ્લિપ થાય છે અને ઈમરજન્સીમાં બ્રેક લાગી શકતી નથી એટલે વરસાદી સિઝનમાં બ્રેક નિયમિત ચેક કરાવડાવો.


હેડલાઈટ મહત્વની
કારની હેડલાઈટ પણ એટલી જ મહત્ત્વની હોય છે. એમાં પણ વરસાદમાં તો ખાસ હેડલાઇટ ઉપયોગી હોય છે. ડ્રાઈવ પર નીકળતા પહેલાં તેની હેડલાઈટ ઓન કરી બરોબર ચકાસી લો. આ સાથે જ ઈન્ડીકેટરને પણ ઓન કરીને ચેક કરી લેવું જોઈએ. કારણ કે, વરસાદી સિઝનમાં ભીના રસ્તા લાઈટને વધારે એબ્ઝોર્બ કરે છે.


ભેજ ઓછો કરવા ACને આ મોડ પર રાખો
બહારના અને કારની અંદરના ટેમ્પરેચરના તફાવતને કારણે કાચ પર ભેજ થાય છે. જ્યારે કારમાં એસી ફુલ હોય છે ત્યારે ત્યારે કારનું ટેમ્પરેચર બહારના તાપમાન કરતાં ઓછું હોવું જોઈએ. જેને કારણે કારની બહારની વિન્ડશીલ્ડ પર ભેજ લાગી જાય છે. જો એસી ચાલુ ન હોય અને બહારનું તાપમાન ઓછું હોય તો કારની અંદર ભેજ જાય છે. જો વિન્ડસ્ક્રીનમાં અંદરથી ભેજ જામે તો એસીને વેન્ટીલેશન મોડ પર કરી દેવું જોઈએ જ્યાં સુધી ભેજ ચાલ્યો ન જાય અને જો બહારથી ભેજ જામે તો વાઈપરનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો વીન્ડો ઓપન કરી ટેમ્પરેચરને બેલેન્સ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ચોમાસાની સિઝનમાં જો કાળજી રાખવામાં ન આવે તો અકસ્માત થઈ શકે છે. તેથી, ચોમાસાની સિઝનમાં ગાડીને નિયમિત ચેક કરાવવી જોઈએ. જો ચેક કરાવવામાં ન આવે તો મુશ્કેલીઓ પડી શકે છે.

X
If the AC is full in the car then Keep the temperature low
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી