ન્યૂ લોન્ચ / હ્યુન્ડાઈની ઈલેક્ટ્રિક એસયુવી કોના લોન્ચ થઈ, કિંમત 25.30 લાખ રૂપિયા

Hyundai's electric SUV kona launched, costs 25.30 lakh rupees

Divyabhaskar.com

Jul 09, 2019, 04:37 PM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઈ મોટર્સે મંગળવારે ભારતીય બજારમાં હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 25.30 લાખ રૂપિયા છે. આ હ્યુન્ડાઈની ભારતમાં પહેલી ઈલેક્ટ્રિક કાર છે. આ કાર સિંગલ ચાર્જ પર 452 કિમી સુધી ચાલશે, જે અત્યારે આવનારી ઈલેક્ટ્રિક ગાડીઓ પ્રમાણે બહુ સારી રેન્જની છે. ઈન્ડિયન માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયુવી માત્ર એક વેરિયન્ટમાં ઉતારવામાં આવી છે, જે શાનદાર ફીચર્સથી સજ્જ છે.


લુક
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકનો લુક ઘણોખરો કોનાનાં પેટ્રોલ-ડીઝલ એન્જિનવાળા મોડલ જેવી જ છે. કોનાનાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં તમને યૂનિક 17 ઈંચ એલોય વ્હીલ્સ, ઓટોમેટિક હેડલાઇટ્સ, એલઈડી ટેલલાઇટ્સ, પ્લાસ્ટિક બોડી ક્લેન્ડિંગ અને રૂફ સેલ્સ મળશે. ઈન્ડિયન માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયુવી 4 સોલિડ કલર ઓપ્શન (વ્હાઇટ, સિલ્વર, બ્લુ અને બ્લેક)માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, એક ડ્યુઅલ ટોન કલર ઓપ્શન (વ્હાઇટ સાથે બ્લેક) પણ આપવામાં આવ્યો છે, જેના માટે 20 હજાર રૂપિયા વધારે આપવા પડશે.


ઈન્ટિરિયર અને ફીચર્સ
કોનાનું ઈન્ટિરિયર બ્લેક કલરમાં છે. તેમાં 10-વે પાવર અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ, લેધર ફિનિશ સ્ટિયરિંગ વ્હીલ, વાયરલેસ ફોન ચાર્જર અને એન્ડ્રોઇડ ઓટો તેમજ એપલ કાર પ્લે સાથે 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ ઈલેક્ટ્રિક એસયુવીમાં તમને ઈલેક્ટ્રિક સનરૂફ, પાવર વિન્ડો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ વગેરે જેવાં ફીચર્સ પણ છે.


પાવર
કોના ઈલેક્ટ્રિકમાં 39.2 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. આ બેટરી પેક સાથે આપવામાં આવેલી ઈલેક્ટ્રિક મોટર 136 hp પાવર અને 395 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 ડ્રાઇવિંગ મોડ ઈકો, ઈકો પ્લસ, કમ્ફર્ટ અને સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ કાર 9.7 સેકન્ડ્સમાં પ્રતિ કલાક 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. એકવાર ફુલ ચાર્જ થવા પર આ ઈલેક્ટ્રિક એસયુવી 452 કિમી સુધીનું અંતર કાપી શકશે.


ચાર્જિંગ ટાઇમ
કોના ઈલેક્ટ્રિક કાર AC લેવલ 2 ચાર્જરથી 6 કલાક 10 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. જ્યારે DC ફાસ્ટ ચાર્જરથી આ ઈલેક્ટ્રિક એસયુવી માત્ર 57 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે.


સેફ્ટી
ઈલેક્ટ્રિક કાર કોનામાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ, ગાઇડ લાઇન્સ સાથે રીઅર કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ મળશે.

X
Hyundai's electric SUV kona launched, costs 25.30 lakh rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી