ન્યૂ કાર / હ્યુન્ડાઈની કોમ્પેક્ટ SUV વેન્યુ ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત ₹ 6.50 લાખ

Hyundai's compact SUV Venue launches in India, initial price ₹ 6.50 lakh
X
Hyundai's compact SUV Venue launches in India, initial price ₹ 6.50 lakh

  • હ્યુન્ડાઇ વેન્યુનાં ટોપ મોડેલની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 11.10 લાખ રૂપિયા
  • આ કારનું પ્રિ-બુકિંગ દેશભરમાંથી શરૂ થતાં સારો પ્રતિસાદ સાંપડ્યો હતો
  • હ્યુન્ડાઇએ નવી વેન્યુ સાથે 3 વર્ષ વર્ષની વોરંટીની પણ જાહેરાત કરી છે 

Divyabhaskar.com

May 21, 2019, 02:49 PM IST

ઓટો ડેસ્ક. ઘણા લાંબા સમયથી જેની ચર્ચાઓ ચાલી રહી હતી તે હ્યુન્ડાઈ વેન્યુ એસયુવી આખરે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. કારમાં આપેલાં ફીચર્સને ધ્યાનમાં રાખતાં તેની કિંમત પણ ગ્રાહકોને પરવડે તેવી રાખવામાં આવી છે. હ્યુન્ડાઇ ઇન્ડિયાએ ભારતમાં તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 6.50 લાખ રૂપિયા રાખી છે. હ્યુન્ડાઇ વેન્યુનાં ટોપ મોડેલની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 11.10 લાખ રૂપિયા રાખી છે. 

કારમાં 69% ઉચ્ચ ગુણવત્તા વાળા સ્ટીલનો ઉપયોગ કર્યો

હ્યુન્ડાઇએ નવી વેન્યુ સાથે 3 વર્ષ વર્ષની વોરંટીની પણ જાહેરાત કરી છે જેનાથી 3 વર્ષ સુધી નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે. હૂંડાઇ વેન્યુમાં એક વિશાળ કાસ્કેડિંગ ગ્રીલ સ્થાપિત કરવામાં આવી છે, જે ક્રોમ વર્ક સાથે આવે છે. આ ઉપરાંત કારમાં સ્પ્લિટ હેડલેમ્પસવાળા પ્રોજેક્ટર લેન્સ કારના ટોપ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. કારને મજબૂત દેખાવ આપવા માટે તેમાં આકર્ષક વ્હીલ આર્કસ સાથે પાછળના ભાગે સ્પોર્ટી એલઇડી ટેલલાઈટ્સ આપી છે.

હ્યુન્ડાઈ ઈન્ડિયાએ નવી એસયુવી વેન્યુને થોડી મોટી સાઈઝમાં બનાવી છે. તેમાં અદ્યતન હાઈસ્ટ્રેન્થ સ્ટીલ અને ઉચ્ચ ગુણવત્તા સાથે લગભગ 69% સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારમાં વાયરલેસ ચાર્જિંગ, એર પ્યુરિફાયર, એચડી ડિસ્પ્લે સ્ક્રીન, ઇકો-કોટિંગ, અર્કામિસ (Arkamis) સાઉન્ડ, વ્હીલ એર કર્ટન્સ સહિતનાં ફીચર્સ સામેલ છે. 

હ્યુન્ડાઈએ નવી વેન્યુમાં એડવાન્સ ફીચર્સ પણ આપ્યા છે. જેમાં વોડાફોન-આઈડિયા સાથે ટાઈઅપ કરી ઓટો ક્રેશ નોટિફિકેશન, ગભરાટ નોટિફિકેશન, SOS/ઇમર્જન્સી સહાય, સ્ટોલન વ્હીકલ ટ્રેકિંગ સાથે ઈમોબિલાઈઝેશન જેવા અનેક ફીચર્સ પણ જોડ્યા છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાએ તેનાં ડીલરશીપ ખાતે અગાઉથી જ બુકિંગ શરૂ કરી દીધું હતું.

2019 હ્યુન્ડાઈ વેન્યુના કેબિનમાં રિમોટ એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ, રિમોટ ક્લાઈમેટ કન્ટ્રોલ, અવાજ ઓળખાણ, વાહન રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા હાઇટેક ફીચર્સ ઉપલબ્ધ છે. કારમાં ક્રુઝ નિયંત્રણ, પાછળના ભાગે એસી વેન્ટ્સ, કોર્નિંગ લેમ્પસ, ઇલેક્ટ્રિક સનરૂફ અને કૂલ્ડ ગ્લોવ્ઝ આપ્યા છે. એસયુવીમાં 8-ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીથી સજ્જ છે. કારનું કેબિન સંપૂર્ણપણે કાળા કલરનું છે, જ્યારે કારનું વૈશ્વિક મોડેલ ડ્યુઅલ-ટોન ઈન્ટિરિઅર સાથે આવે છે. કારમાં થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ગિયર શિફ્ટ નોબ અને એરકોન વેન્ટસને ચાંદીનો ઢોળ આપવામાં આવ્યો છે.

ન્યૂ વેન્યુમાં ત્રણ એન્જિન વિકલ્પ આપ્યા છે, જેમાં પ્રથમ 1.0-લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન જે 118bhp પાવર અને 172 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ છે જે હ્યુન્ડાઇ ઇન્ડિયા દ્વારા પ્રથમ વખત પ્રદાન કરવામાં આવ્યું છે. બીજા ઓપ્શનમાં 1.2-લિટર નેચરલ ઈન્સ્પાયર્ડ પેટ્રોલ એન્જિન લગાવ્યું છે જે 82bhp પાવર અને 114Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. ત્રીજો ઓપ્શન 1.4-લિટર ડીઝલ એન્જિનનો છે જે, 89bhp પાવર અને 220Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી