અપકમિંગ / હ્યુન્ડાઈ Xcent 2020 ટૂંક સમયમાં જ લોન્ચ થશે, ડિઝાયર અને અમેઝને ટક્કર આપશે

Hyundai Xcent 2020 launches soon, will compete Desire and Amaze

Divyabhaskar.com

Aug 12, 2019, 01:48 PM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 અને Xcent બંને ગાડીઓ એક જ પ્લેટફોર્મ પર બની છે. પરંતુ ફરક બંનેના કદનો છે. કંપની 20 ઓગસ્ટે પોતાની નવી Grand i10 Nios ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે અને હવે જાણવા મળી રહ્યું છે કે ત્યારબાદ કંપની નવી Xcent ભારતમાં લોન્ચ કરશે. અત્યારે આ કારનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.

કોમ્પેક્ટ સિડેન કાર સેગમેન્ટમાં Xcentને બહુ સફલતા નથી મળી અને તેનું કારણ આ કારની ખૂબ જ સામાન્ય ડિઝાઇન છે. જ્યારે આ સેગમેન્ટની બીજી ગાડીઓ હોન્ડાની અમેઝ અને મારુતિની ડિઝાયરમાં ગ્રાહકોને આકર્ષવા વિવિધ ફીચર્સ નાખવામાં આવ્યાં છે. તેથી, Xcentને જોઇએ એવી સફળતા મળી નથી. તેથી, કંપનીએ આ ગાડીનું નવું વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ કાર આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ જશે. આ કારની ડિઝાઇનમાં ઘણો ફેરફાર કરવામાં આવશે. તેમાં નવી LED હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ જોવા મળશે. આ ઉપરાંત, આ કારનું ઈન્ટિરિયર પણ નવું હશે અને તે અનેક સ્માર્ટ ફીચર્સથી સજ્જ હશે. આ કારને એ રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તેમાં સરળતાથી અંદર-બહાર પ્રવેશ કરી શકાય.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે નવી Xcentમાં પાછળના ભાગમાં AC વેન્ટ, રીઅર ચાર્જિંગ પોર્ટ, ટોપ એન્ડ મોડલમાં સન રૂફની સુવિધા મળી શકે છે. આ ઉપરાંત, આ કાર 1.2 લિટર પેટ્રોલ અને 1.1 લિટર ડીઝલ એન્જિનમાં આવશે. આ બંને એન્જિન અપડેટેડ BS-6 માન્ય હશે. આ કારમાં મેન્યુઅલ સાથે AMT (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન)ની સુવિધા પણ મળશે. નવાં મોડલની કિંમત વર્તમાન મોડલ કરતાં વધારે હશે કારણ કે, તેમાં વધુ ફીચર્સ સામેલ કરવામાં આવશે.

X
Hyundai Xcent 2020 launches soon, will compete Desire and Amaze
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી