તૈયારી / હ્યુન્ડાઈ ભારતમાં N પર્ફોર્મન્સ બ્રાન્ડ લાવશે, કારના વેચાણ માટે અલગ ડિલરશીપ ચેઈન સ્થાપશે

Hyundai will launch N Performance Brand in India

  • 2020 દિલ્હી ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત થાય તેવી શક્યતા
  • કંપની ભારતમાં આ બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે

Divyabhaskar.com

Jun 11, 2019, 01:18 PM IST

ઓટો ડેસ્ક. હ્યુન્ડાઈ પોતાની બ્રાન્ડને વધુ રોમાંચક અને આકર્ષક બનાવવા માટે ભારતમાં N બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વિશ્વભરમાં N બ્રાન્ડ હ્યુન્ડાઈની પર્ફોર્મન્સ કાર માટે વખણાય છે. એટલે જ કંપની હવે ભારતમાં આ કાર લોન્ચ કરે તેવા અહેવાલો સામે આવ્યા છે. સામાન્ય કારનાં બેઝ પ્રોડક્શન મોડલ કરતાં અલગ N બેઝ વાળી કાર હાઈપર્ફોર્મન્સ આપે છે. જોકે, આ કારના વેચાણ માટે તેની કિંમત મહત્ત્વની હોય છે. કંપની તેની આ બ્રાન્ડ માટે અલગ ડિલરશીપ અને રિટેઈલ ચેનનો ઉપયોગ કરી શકે તેમ છે. 2020 દિલ્હી ઓટો એક્સ્પોમાં N-બ્રાન્ડનાં ઉત્પાદનો જોવા મળે તેવી શક્યતા છે.

હ્યુન્ડાઈએ ભારતમાં પહેલાથી જ કેટલાંક કસ્ટમર ક્લિનિક શરૂ કર્યા છે, જેના થકી N અને N-લાઈન કાર્સ વેચવામાં આવશે. શરૂઆતમાં મળેલી સારી પ્રતિક્રિયાના આધારે N ની બિઝનેસ ઓપરેટર ટીમનાં અધિકારીએ જણાવ્યું કે, આ એક ડગલું છે જેનાથી એ બાબતની જાણ થશે કે ભારતમાં N વાહનોને કેવી રીતે લાવી શકાય અને તેમાં વધારો કરી શકાય. N બેઝ વાળી કારને સામાન્ય મોડેલ કરતાં થોડા ફેરફાર સાથે લાવવામાં આવશે. N બ્રાન્ડ વાળી કારમાં સંપૂર્ણપણે નવું એન્જિન લગાવવામાં આવશે. કંપની દ્વારા N બ્રાન્ડ માટે અલગથી જ એન્જિન બનાવવામાં આવશે, જે વધુ પાવરના ટ્યૂનિંગ સાથે આવશે.

હ્યુન્ડાઈનું પહેલું N પ્રોડક્શન i30 N હતું, જેમાં હવે i30 ફાસ્ટબેક N અને વેલોસ્ટર N સામેલ છે. N લાઈનની વાત કરીએ તો આ રેન્જમાં i30 N લાઈન, i30 ફાસ્ટબેક N લાઈન અને ટૂર્સો N લાઈન સામેલ છે. કંપની આગામી સમયમાં i20, કોના અને ક્રેટાના પણ N મોડેલ ભારતમાં લાવી શકે છે. મારુતિ સુઝુકીએ પણ તેની મોસ્ટ પોપ્યુલર હેચમેક બલેનોનું પર્ફોર્મન્સ વર્ઝન બલેનો આરએસ લોન્ચ કર્યું હતું. જેમાં કંપનીએ 1.0 લિટરનું બૂસ્ટરજેટ એન્જિન લગાવ્યું છે. ફોક્સવેગન પોલો જીટીના નામ સાથે એક પર્ફોર્મન્સ કાર લોન્ચ કરી ચૂકી છે.

X
Hyundai will launch N Performance Brand in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી