• Home
  • Automobile
  • Honda will continue to sell diesel cars in India with BS-VI norms

નિર્ણય / હોન્ડા ‌BS-VI માનાંક સાથે ભારતમાં ડીઝલ કાર વેચવાનું ચાલુ રાખશે

Divyabhaskar.com

May 14, 2019, 09:22 AM IST
Honda will continue to sell diesel cars in India with BS-VI norms
X
Honda will continue to sell diesel cars in India with BS-VI norms

ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રી માટે 1 એપ્રિલ,2020થી નવા પ્રદુષણ માનાંક લાગૂ થશે

ઓટો ડેસ્ક. ભારતમાં બીએસ-6 (ભારત સ્ટાન્ડર્ડ-6) પ્રદૂષણ માનાંક લાગૂ થયા બાદ પણ જાપાની કાર કંપની 'હોન્ડા' ડીઝલ કારનું વેચાણ ચાલુ રાખશે. કંપની ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિકથી બીએસ-6 માનાંક ધરાવતા પેટ્રોલ અને ડીઝલ એન્જિનથી સજ્જ કારને માર્કેટમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. હોન્ડાનો આ નિર્ણય દેશની સૌથી મોટી કાર નિર્માતા 'મારુતિ સુઝુકી'ના 1એપ્રિલ, 2020થી ડીઝલ કાર બંધ કરવાની વિરૂદ્ધમાં છે. મારૂતિની જેમ 'તાતા મોટર્સે' પણ ડીઝલની નાની કારનો પોર્ટફોલિયો બંધ કરવાની વાત કરી છે.

પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં હોન્ડા કાર્સનો માર્કેટ શેર 5.2 ટકા

1.

'હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ'ના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, અમારી યોજના બે ડીઝલ એન્જિનને બીએસ-6 માનાંક અનુસાર અપગ્રેડ કરવાની છે. કંપની આ એન્જિનોનો ઉપયોગ એમેઝ, સિટી, ડબ્લ્યુઆર-વી, બીઆર-વી, સિવિક, અને સીઆર-વી જેવા મોડેલમાં કરે છે. હોન્ડા હાલ એમેઝ, ડબ્લ્યુઆર-વી, સિટી, અને વીઆર-વી મોડેલને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે વેચી રહી છે. જ્યારે સિવિક અને સીઆર-વી મોડેલ 1.6 લિટર ડીઝલ એન્જિનથી લેસ છે. તાતા મોટર્સ એન્ટ્રી લેવલની હેચબેક ટિયાગો 1.1 લિટર ડીઝલ એન્જિનમાં વેચી રહી છે. 

20%ગ્રાહકો એન્જિનની પસંદગી આકર્ષણને લીધે કરે છે 
2.

હોન્ડાના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજેશ ગોયલે જણાવ્યુ છે કે, 80 ટકા ગ્રાહક રોજિંદા તથા મહિનામાં કેટલા કિમી ગાડી ચલાવે છે. તેમજ રિકવરીની અવધિને ધ્યાનમાં રાખી પેટ્રોલ-ડીઝલ એન્જિનની ગાડીઓ ખરીદે છે. જ્યારે 20 ટકા ગ્રાહકો પેટ્રોલ તથા ડીઝલ એન્જિનની પસંદગી તેની સાથેના લગાવને લીધે કરે છે. હોન્ડા આવા 20 ટકા ગ્રાહકોનુ ભવિષ્યમાં પણ ધ્યાન રાખશે. 

ડીઝલ મોડેલની કિંમતો વધશે
3.

ગોયલે જણાવ્યુ છે કે, બીએસ-6 માનાંક અમલી બન્યા બાદ પેટ્રોલ અને ડીઝલની ગાડીઓની કિંમતમાં તફાવત વધશે. પરંતુ ડીઝલ ગાડીઓની માગ એકાએક ઘટી જશે નહીં. માંગને અનુરૂપ ડીઝલ મોડેલની રજૂઆત જારી રહેશે. ઘણા સેગમેન્ટ એવા છે જેમાં ગ્રાહક ડીઝલ ગાડી જ ખરીદવા માગે છે. કંપની સમય સાથે ધીમે-ધીમે ભવિષ્યના વિકલ્પો તરફ પ્રયાણ કરશે. 
 

ઈ-ગાડીઓનો ઉપયોગ થવામાં સમય લાગશે: ઓલા
4.

કેબ એગ્રીગેટર કંપની ઓલાનુ માનવુ છે કે, મોટાપાયે ઈલેક્ટ્રીક ગાડીઓને બજારમાં ઉતારતા સમય લાગશે. આથી કંપની ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર અને થ્રી-વ્હિલર પર વધુ જોર કરી રહી છે. ઓલા ઈલેક્ટ્રીક મોબિલિટીના કો-ફાઉન્ડર આનંદ શાહે જણાવ્યા પ્રમાણે, નાગપુરમાં ઈલેક્ટ્રીક કાર સાથે એક પ્રયોગ કર્યો હતો. જેમાં જાહેર થયુ કે, ભારત હાલ મોટાપાયે ઈ-કારના ઉપયોગ માટે તૈયાર નથી. કંપનીની યોજના માર્ચ, 2020 સુધી માર્ગ પર 10,000 ટુ-વ્હિલર અને થ્રી વ્હિલર ઉતારશે. નાગપુરના પ્રોયગથી અમને સમજણ આવી કે, ઈ-કાર હાલ તૈયાર નથી. ઈ-કારને હજી માર્ગ પર ઉતરતાં થોડા વર્ષ લાગશે. એવામાં ઓલા ટુવ્હિલર અને થ્રી વ્હિલર પર ફોકસ કરશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી