ફીચર / હોન્ડા સિટી અપડેટ થઈ, નવું ફીચર 'અલાર્મ સિસ્ટમ' અકસ્માત થતા અટકાવશે

Honda City has been updated, a new feature 'alarm system' will prevent accidental occurrence

Divyabhaskar.com

Jun 07, 2019, 04:37 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડા કાર્સે પોતાની સૌથી વધુ વેચાનારી સિડેન કાર હોન્ડા સિટી અપડેટ કરી છે. હોન્ડાએ સિટીમાં નવાં સેફ્ટી ફીચર્સ જોડ્યાં છે. પરંતુ ખાસ વાત એ છે કે સિટીની કિંમતમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. સિટીની કિંમત 9.72 લાખ રૂપિયાથી લઇને 14.07 લાખ રૂપિયા સુધી જ રાખવામાં આવી છે.


હોન્ડા કોર્સે હોન્ડા સિટીમાં આ ફેરફાર 28 મે, 2019 પછી બનેલી કાર્સમાં કર્યો છે. સિટીમાં નવી સ્પીડ અલાર્મ સિસ્ટમ લગાવી છે. તેની વિશેષતા એ છે કે જેવી કારની ઝડપ પ્રતિ કલાક 80 કિમી પહોંચશે કે તરત જ આ સિસ્ટમ કામ કરવાનું શરૂ કરી દેશે અને 80 કિમીની ઝડપે એકવાર બીપનો અવાજ થશે. તેમજ કાર જ્યારે 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડશે તો આ અલાર્મ સિસ્ટમ સતત વાગતી જ રહેશે.


આ સિવાય સિટીમાં ફ્રન્ટ પેસેન્જર સીટ બેલ્ટ રિમાઇન્ડરનું ફીચર પણ આપવામાં આવ્યું છે. સરકારે 1 જુલાઈ 2019થી તમામ વાહનોમાં આ ફીચર અનિવાર્ય કરી દીધું છે. જેના કારણે હોન્ડાએ સિટીમાં આ ફીચર આપ્યું છે. આ સિવાય સિટીમાં ડ્યુઅલ ડ્રાઇવર-પેસેન્જર એરબેગ અને ABS જેવાં સ્ટાન્ડર્ડ ફીચર્સ મળે છે.

X
Honda City has been updated, a new feature 'alarm system' will prevent accidental occurrence
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી