ન્યૂ સ્કૂટર / 'હીરો માએસ્ટ્રો એજ 125' અને 'હીરો પ્લેઝર 110' ભારતમાં લોન્ચ

'Hero Maestro Edge 125' and 'Hero Plazar 110' launch in India

  • હીરો મોટો કોર્પનાં મે મહિનામાં લોન્ચ થયેલા ટૂ-વ્હીલર્સની સંખ્યા 5 થઈ ગઈ છે
  • માએસ્ટ્રો એજ 125ની દિલ્હીની એક્સ શોરૂમ કિંમત 58,500 રૂપિયા છે
  • હીરો પ્લેઝર 2019ના બેઝ મોડેલની એક્સ શોરૂમ કિંમત રૂ. 47,300 છે

Divyabhaskar.com

May 13, 2019, 04:29 PM IST

ઓટો ડેસ્ક. 'હીરો મોટો કોર્પે' ભારતમાં આજે તેનાં વધુ બે ટુવ્હીલર્સ 'હીરો માએસ્ટ્રો એજ 125' અને 'પ્લેઝર 110' લોન્ચ કરી દીધા છે. આ બંને સ્કૂટરનાં લોન્ચિંગ પછી હીરોની આ મહિને લોન્ચ થયેલા ટૂ-વ્હીલર્સની સંખ્યા 5 થઈ ગઈ છે. કંપનીએ ઓટો એક્સ્પો 2018માં હીરો માએસ્ટ્રો એજ 125 શોકેશ કર્યું હતું. હીરો પ્લેઝર 110 કેટલાંક ફેરફારો સાથે લોન્ચ થયું, જેમાં સ્કૂટરની સ્ટાઈલ પણ બદલાઈ ગયેલી દેખાય છે.

હીરો માએસ્ટ્રો એજ છ કલર્સમાં ઉપલબ્ધ થશે

હીરો મોટો કોર્પે નવી માએસ્ટ્રો એજ 125માં ડિજિટલ એનેલૉગ ઈન્ટ્રુમેન્ટ કન્સોલ સાથે સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર અને સર્વિસ રિમાઈન્ડર, બહારથી પેટ્રોલ નાખવાની સુવિધા જેવા અનેક ફીચર્સથી સજ્જ કર્યું છે. આ સ્કૂટર સાથે વિકલ્પનાં ભાગરૂપે આગળનાં વ્હીલમાં ડિસ્ક બ્રેક આપી છે. એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, કંપની આ સ્કૂટર ફ્લૂઅલ ઈન્જેક્ટેડ વેરિઅન્ટમાં પણ લોન્ચ કરી શકે છે. ભારતીય ઓટો માર્કેટમાં આ સેગમેન્ટમાં ખૂબ સ્પર્ધા થઈ રહી છે. નવી હીરો માએસ્ટ્રો એજ 125ની સ્પર્ધા હોન્ડા ગ્રાઝિયા, ટીવીએસ એનટોર્ક, એપ્રિલિયા એસઆર 125, વેસ્પા વીએક્સ જેવા અનેક સ્કૂટર્સ સાથે થવાની છે.

હીરો મોટો કોર્પે બે અપડેટેડ સ્કૂટર્સ લોન્ચ કર્યા છે. ભારતમાં માએસ્ટ્રો એજ 125 ડ્રમ બ્રેક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત (એક્સ શોરૂમ-દીલ્હી) 58,500 રૂપિયા રાખવામાં આવી છે. ડિસ્ક બ્રેક વેરિઅન્ટ્સની કિંમત 60,000 રૂપિયા રાખવામાં આવી છે, જે સ્કૂટરનું ક્રેબ વેરિએન્ટ છે. હીરો માએસ્ટ્રો 125 એફઆઈની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 62,700 રૂપિયા છે. અનેક ફેરફાર સાથે નવા ફીચર્સ પણ એડ કર્યા છે. નવી ડીઝાઈન પણ આકર્ષક બનાવી છે. હીરો માએસ્ટ્રો એજ 125 બે વેરિઅન્ટ અને 6 કલર્સમાં ઉપલબ્ધ થશે. સ્કૂટરની એફઆઈ ટ્રિમ બે કલર્સ અને ક્રેબ વેરિઅન્ટ્સ 4 કલર્સમાં આવશે.

હીરો મોટો કોર્પે માએસ્ટ્રો એજમાં સ્પ્લિટ ટેલ લેમ્સ, FI એન્જિન, ડિજિટલ એનેલોગ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, મલ્ટી ફંક્શનલ કી, મોબાઇલ ચાર્જીંગ પોર્ટ, ડિસ્ક બ્રેક્સ સહિતનાં ફીચર્સ સામેલ છે. માએસ્ટ્રો એજ 125નું એન્જિન ફ્યૂઅલ ઈન્જેક્શન વાળું હશે જેનો પાવર જૂના મોડેલની સરખામણીએ 14% વધારે હશે. તેના સિવાય 110સીસી મોડલની સરખામણીએ એન્જિનનો ટોર્ક 17% વધારે હશે. સ્કૂટર હવે 20% વધુ ઝડપી એક્સેલેટ થઈ શકશે.

કંપનીએ હીરો પ્લેઝર 2019 સ્કૂટરનાં એન્જિનને મજબૂત બનાવ્યું છે. જૂના મોડલની તુલનામાં, હીરો પ્લેઝર 2019 માં મળેલ એન્જિન 16% વધુ શક્તિશાળી છે અને તે 7% વધુ ટોર્ક પેદા કરે છે. કંપનીએ નવી સ્ટાઇલ અને ડિઝાઇન સાથે નવા ફીચર્સથી સજ્જ કરી છે. હીરો પ્લેઝર 2019ના બેઝ મોડેલની એક્સ શોરૂમ કિંમત રૂ. 47,300 છે, તો ટોચના મોડલની કિંમત રૂ. 49,300 સુધી છે.

નવા સ્કૂટરનું એન્જિન CVT ગિયરબોક્સથી સજ્જ

હીરો માએસ્ટ્રો એજ 125 કંપનીની ફેમિલી ડેસ્ટિની 125 કરતાં વધુ સ્પોર્ટી લાગે છે, જે યુવા કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ સ્કૂટર પૈની લાઈન્સ, એલોય વ્હીલ્સ, યુએસબી ચાર્જિંગ અને કંપનીની i3S સ્ટાર્ટ-સ્ટોપ ટેકનિકથી સજ્જ કરવામાં આવ્યું છે. હીરો મોટો કોર્પે નવી માએસ્ટ્રો એજ 125માં 125ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવ્યું છે, જેને હીરો ડેસ્ટીનીમાંથી લેવામાં આવ્યું છે. આ એન્જિન 8.5 bhp (બ્રિટિશ હોર્સ પાવર) અને 10.2 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ નવા સ્કૂટરનાં એન્જિનને CVT ગિયરબોક્સથી સજ્જ કર્યું છે.

હીરો મોટો કોર્પે નવી માએસ્ટ્રો એજ 125માં ડિજિટલ એનેલૉગ ઈન્ટ્રુમેન્ટ કન્સોલ સાથે સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર અને સર્વિસ રિમાઈન્ડર, બહારથી પેટ્રોલ નાંખવાની સુવિધા જેવા અનેક ફીચર્સથી સજ્જ કર્યું છે. આ સ્કૂટર સાથે વિકલ્પનાં ભાગરૂપે આગળનાં વ્હીલમાં ડિસ્કબ્રેક આપ્યું છે. એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, કંપની આ સ્કૂટર ફ્લૂઅલ ઈન્જેક્ટેડ વેરિઅન્ટમાં પણ લોન્ચ કરી શકે છે. ભારતીય ઓટો માર્કેટમાં આ સેગમેન્ટમાં ખૂબ સ્પર્ધા થઈ રહી છે. નવી હીરો માએસ્ટ્રો એજ 125ની સ્પર્ધા હોન્ડા ગ્રાઝિયા, ટીવીએસ એનટોર્ક, એપ્રિલિયા એસઆર 125, વેસ્પા વીએક્સ જેવા અનેક સ્કૂટર્સ સાથે થવાની છે.

X
'Hero Maestro Edge 125' and 'Hero Plazar 110' launch in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી