• Home
  • Automobile
  • Ford ecoSport can be discontinued, Ford is introducing a new SUV from the 'Bx 744' codename

અપકમિંગ / ફોર્ડ ઈકોસ્પોર્ટ બંધ થઈ શકે છે, ફોર્ડ 'BX 744' કોડનેમથી નવી એસયુવી લાવી રહી છે

divyabhaskar.com

May 14, 2019, 04:47 PM IST
Ford ecoSport can be discontinued, Ford is introducing a new SUV from the 'Bx 744' codename

ઓટો ડેસ્કઃ ફોર્ડ હવે સબ-કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. મારૂતિ વિટારા બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યુ અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપવા ફોર્ડ નવી એસયુવી લાવવાની યોજના બનાવી રહી છે. ફોર્ડે આ સબ-4 મીટર એસયુવીને 'BX 744' કોડનેમ આપ્યું છે. આ નવી એસયુવીની ટક્કર જીપ કંપાસ અને એમજી હેક્ટર સાથે પણ થશે.


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફોર્ડ BX 744 ખાસ કરીને ભારતીય બજાર માટે બનાવશે. આ કારનું લોન્ચિંગ વર્ષ 2020 પછી કરવામાં આવશે. એવા અહેવાલો છે કે ફોર્ડ આ નવી એસયુવીને ઇકોસ્પોર્ટ સાથે રિપ્લેસ કરશે. પરંતુ તેનું નામ ઈકોસ્પોર્ટ રાખવામાં નહીં આવે. ફોર્ડ છેલ્લા ઘણા સમયથી મહિન્દ્રા સાથે મળીને નવી એસયુવી કાર્સ પર કામ કરી રહી છે. આ એસયુવીને મહિન્દ્રાના પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે.


ફોર્ડે અગાઉ 2013માં પણ સબ-4 મીટર એસયુવી સેગમેન્ટમાં ઈકોસ્પોર્ટ લોન્ચ કરી હતી. જ્યારે તેનું ફેસલિફ્ટ વર્ઝન 2017માં લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત, ટૂંક સમયમાં જ આ કાર બીએસ-6 પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં પણ લોન્ચ કરાશે. BX 677 એસયુવીને પણ ડીઝલ અને પેટ્રોલ એન્જિનમાં ઉતારવામાં આવશે.


બ્રેઝા અને વેન્યુ સિવાય આ BX 744ની ટક્કર મહિન્દ્રા એક્સયુવી 300, ટાટા નેક્સન અને રેનો HBC, ટોયોટા બ્રેઝા, કિયા મોટર્સની સબ-1 મીટર એસયુવી અને જીપની નવી સબ 4-મીટર એસયુવી જેવી અપકમિંગ એસયુવી કાર્સ સાથે પણ થશે.
અત્યારે ફોર્ડ ભારતમાં ઇકોસ્પોર્ટ એન્ડ એન્ડેવર નામની બે એસયુવી વેચે છે, જેની કિંમત 8 લાખ અને 25 લાખ રૂપિયા છે. બીજી બાજુ ફોર્ડ ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહી છે. તાજેતરમાં જ ફિગો એસ્પાયર સિડેનની લોંગ વ્હીલબેઝ કાર સ્પોટ થઈ હતી. આ એક ઈલેક્ટ્રિક કાર હશે અને તેને મહિન્દ્રા ઇલેક્ટ્રિકની મદદથી ડેવલપ કરવામાં આવશે.

X
Ford ecoSport can be discontinued, Ford is introducing a new SUV from the 'Bx 744' codename
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી