ન્યૂ લોન્ચ / લેન્ડ રોવર ડિસ્કવરીનું ફેસલિફ્ટ વર્ઝન ચાર વેરિયન્ટ્સમાં લોન્ચ થયું, કિંમત 75.18 લાખ રૂપિયાથી શરૂ

Facelift version of the Land Rover Discovery launched in four variants

  • આ કાર 900 mm ઊંડા પાણીમાં ચાલવા સક્ષમ છે અને 3500 કિલો સુધીનું વજન ખેંચી શકે છે
  • તેની ટક્કર મર્સિડીઝ બેન્ઝ GLS, વોલ્વો XC 90, જીપ ગ્રેન્ડ ચેરોકી અને  લેન્ડ રોવર સ્પોર્ટ સાથે થશે

Divyabhaskar.com

Jun 10, 2019, 12:47 PM IST

ઓટો ડેસ્કઃ લેન્ડ રોવરે ડિસ્કવરીનું નવું 2019 વર્ઝન ભારતમાં લોન્ચ કરી દીધું છે. તેનાં બેઝ વેરિયન્ટ Sની કિંમત 75.18 લાખ રૂપિયા છે. નવી ડિસ્કવરીમાં હવે 2.0 લિટરનું ડીઝલ એન્જિન હશે જે 240 Ps પાવર સાથે 500 Nmનો ટોર્ક જનરેટ થશે. તેથી સૌથી ખાસ વાત એ છે કે કાર 900 mm ઊંડા પાણીમાં ચાલી શકે છે અને સાથે 3500 કિલો વજન ખેંચી શકે છે.


2019 લેન્ડ રોવર ડિસ્કવરી ચાર વેરિયન્ટ S, SR, HSE અને HSE લક્ઝરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિકલી રિકલાઇનિંગ સીટ, સીટ ફોલ્ડ, ફોર ઝોન ક્લાયમેટ, પાવર્ડ થર્જ રો સીટ્સ, પેનરેમિક સનરૂફ, કેબિન એર આયનાઇઝેશન, 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા અને એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ વગેરે ફીચર્સથી સજ્જ છે.


ભારતીય બજારમાં આ કારની ટક્કર મર્સિડીઝ બેન્ઝ GLS, વોલ્વો XC 90, જીપ ગ્રેન્ડ ચેરોકી અને લેન્ડ રોવર સ્પોર્ટ સાથે થશે.

X
Facelift version of the Land Rover Discovery launched in four variants

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી