ન્યૂ લોન્ચ / ડુકાટીએ ભારતમાં 20 લાખ રૂપિયાની બાઇક લોન્ચ કરી, બાઇક રાઇડર સ્માર્ટફોન કનેક્ટ કરી શકશે

Ducati launches bike of Rs 20 lakh in India, bike rider can connect smartphone

Divyabhaskar.com

Jul 09, 2019, 05:04 PM IST

ઓટો ડેસ્કઃ ડુકાતીએ ભારતમાં નવી બાઇક Multistrada 1260 Enduro લોન્ચ કરી છે. આ બાઇક બે કલર ઓપ્શન ડુકાટી રેડ અને સેન્ડમાં ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 19.99 લાખ અને 20.23 લાખ રૂપિયા છે. આ નવી બાઇક કંપનીની એડવેન્ચર ટૂરિંગ મોટરસાઇકલ Multistrada 1260નું ઓફ-રોડ વર્ઝન છે.


ડુકાટી મલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડિયૂરોમાં ટ્વિન હેડલાઇટ્સ, વિન્ડ સ્ક્રીન અને ડુકાટી મલ્ટિમીડિયા સિસ્ટમ સાથે 5 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે બ્લુટૂથનાં માધ્યમથી બાઇક રાઇડર પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. બાઇકમાં સ્ટેપ્ડ સીટ અને સિંગલ સાઇડ માઉન્ટેડ એક્ઝોસ્ટ છે. ડુકાટીની આ ઓફ-રોડ એડવેન્ચર બાઇકનાં ફ્રંટમાં 19 ઈંચ અને રીઅરમાં 17 ઈંચનાં વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.


પાવર
મલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડ્યૂરોમાં 1,262cc ટ્વિન સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 156 bhp પાવર અને 128 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચ માધ્યમથી 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકના આગળના ભાગમાં ટ્વિન 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 265 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.


ફીચર્સ
ડુકાટીની આ નવી બાઇક 6 એક્સિસ બોશ IMU (ઈનર્શિઅલ મેઝરમેન્ટ યૂનિટ)થી સજ્જ છે, જે બોશ ABS કોર્નરિંગ કન્ટ્રોલ કરે છે. તેમાં રાઇડિંગ મોડ્સ, ક્રુઝ કન્ટ્રો, ડુકાટી કોર્નરિંગ લાઇટ્સ, ડુકાટી વીલી કન્ટ્રોલ, 8 સેટિંગ્સ સાથે ટ્રેક્શન કન્ટ્રોલ, વીઇકલ હોલ્ડ કન્ટ્રોલ અને સેમી-એક્ટિવ ડુકાટી સ્કાઈહુક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. માર્કેટમાં આ બાઇકની ટક્કર BMW R 1250 GS એડવેન્ચર અને ટાઇગર 1200 XCx સાથે થશે.

X
Ducati launches bike of Rs 20 lakh in India, bike rider can connect smartphone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી