ન્યૂ લોન્ચ / ડુકાટી Diavel 1260 અને Diavel 1260 S બાઇક્સ ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત ₹17.70 લાખ

Ducati Diavel 1260 and Diavel 1260 S bikes launched in India, starting price ₹ 17.70 lakh
Ducati Diavel 1260 and Diavel 1260 S bikes launched in India, starting price ₹ 17.70 lakh

Divyabhaskar.com

Aug 11, 2019, 12:14 PM IST

ઓટો ડેસ્કઃ ઇટાલિયન મોટરસાયકલ કંપની ડુકાટીએ શુક્રવારે દેશમાં નવી Diavel 1260 બાઇક લોન્ચ કરી હતી. આ બાઇક બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - ડુકાટી Diavel 1260 સ્ટાન્ડર્ડ અને Diavel 1260 S. તેની કિંમત અનુક્રમે 17.7 લાખ અને 19.25 લાખ રૂપિયા છે. મસ્ક્યુલર લુર ધરાવતી નવી બાઇક, ડીયાવેલનાં વર્તમાન મોડલને રિપ્લેસ કરશે. નવી બાઇક્સમાં પહેલાં કરતાં વધુ સારું એન્જિન અને ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ડુકાટીની આ બંને બાઇક્સમાં 1,262ccનું એક જ એન્જિન છે. આ એન્જિન 157 bhp પાવર અને 129 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. Diavel 1260 Sમાં ક્લચલેસ ગિયર શિફ્ટિંગ માટે ડુકાટી ક્વિક શિફ્ટ અપ/ડાઉન Evo સિસ્ટમ આપવામાં આવી છે.

જૂનાં મોડલની જેમ નવી બાઇક્સમાં પણ સિંગલ પીસ સીટ અને ટ્વીન એલઈડી ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યાં છે. બંને બાઇક્સનાં સસ્પેન્શન અને બ્રેક કમ્પોનન્ટ્સ અલગ-અલગ છે. નવી બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ્સ (Urban, Touring અને Sport) છે. બાઇક કોર્નરિંગ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ) સિસ્ટમથી સજ્જ છે.

બંને બાઇક્સ બ્લેક ફ્રેમ સાથે સેન્ડસ્ટોન ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. 1260 S વેરિઅન્ટમાં રેડ ફ્રેમ સાથે થ્રિલિંગ બ્લેક કલરનો ઓપ્શન પણ છે. કંપનીએ બંને બાઇક્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. દેશબરમાં ડિકાટીની ડીલરશિપ પર આ બંને બાઇક્સ બુક કરાવી શકાય છે.

X
Ducati Diavel 1260 and Diavel 1260 S bikes launched in India, starting price ₹ 17.70 lakh
Ducati Diavel 1260 and Diavel 1260 S bikes launched in India, starting price ₹ 17.70 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી