• Home
  • Automobile
  • Details of Suzuki Gixxer SF 250 bikes leaked before launch, will be sold for Rs 1.40 lakh

લીક / સુઝુકી જિક્સર SF 250 બાઇકની વિગતો લોન્ચ પહેલાં લીક થઈ ગઈ, 1.40 લાખ રૂપિયાની કિંમતે વેચાશે

Details of Suzuki Gixxer SF 250 bikes leaked before launch, will be sold for Rs 1.40 lakh

divyabhaskar.com

May 13, 2019, 03:32 PM IST

ઓટો ડેસ્કઃ સુઝુકી પોતાની બાઇક જિક્સર SF 250 20 મેના રોજ લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચ પહેલાં જ આ નવી બાઇકની તસવીર અને બ્રોશર લીક થઈ ગયાં છે. તેના કારણે બાઇકનો લુક અને ટેક્નિકલ ડિટેઇલ સામે આવી ગઈ છે. લીક થયેલી તસવીરોથી ખબર પડે છે કે આ બાઇકનું પૂરું નામ સુઝુકી જિક્સર SF 250 હશે. આ બાઇક બજાજ પલ્સર RS 200, યામાહા ફેઝર 25 અને હોન્ડા CBR 250R વગેરે બાઇકને ટક્કર આપશે.


બાઇકની લીક થયેલી તસવીરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જિક્સર SF 250ની ડિઝાઇન તેનાથી હેવી બાઇક GSX-R મોડલથી પ્રેરિત છે. બાઇકના ફેરિંગ પર શાર્પ અને ક્લીન લાઇન, શાર્પ લુકવાળી ફ્યુઅલ ટેન્ક અને સ્પ્લિટ સીટ છે. તેના એન્જિન કવર પર શાનદાર ગોલ્ડ ફિનિશિંગ આપવામાં આવ્યું છે.


ક્લિપ ઓન હેન્ડલબારના કારણે તેની રાઈડિંગ પોઝિશન બહુ અગ્રેસિવ જોવા મળી રહી છે. રિઅર વ્યુ મિરર્સ બાઇકના ફેરિંગ પર છે. આ ઉપરાંત, સુઝુકી જિક્સર SF 250માં ડબલ બેરલ એક્ઝોસ્ટ, 17 ઈંચના 5 સ્પોક એલોય વ્હીલ્સ અને રિઅર ટાયર પણ મળશે.


એન્જિન
બાઇકના લીક થયેલાં બ્રોશરથી જોવા મળી રહ્યું છે કે સુઝુકીની આ નવી બાઇકમાં 249cc સિંગલ-સિલિન્ડર, ઓઇલ કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ડેડ SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 9000 rpm પર 26 bhp પાવર અને 7500 rpm પર 22.6 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.


સસ્પેન્શન અને બ્રેકિંગ
લીક થયેલાં બ્રોશર અનુસાર સુઝુકીની આ સ્પોર્ટ્સ બાઇકના ફ્રાન્સ ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બંને બાજુ ડિસ્ક બ્રેક છે. બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. તેની ફ્યુઅલ ટેન્ક 12 લિટર અને બાઇકનું વજન 161 કિલોગ્રામ છે. આ બાઇકની કિંમત 1.40 લાખ રૂપિયાની આજુબાજુ હોઈ શકે છે.

X
Details of Suzuki Gixxer SF 250 bikes leaked before launch, will be sold for Rs 1.40 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી