ઓફર / Datsunની RediGo કાર હાલ સૌથી ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ, કાર 23 કિમીનું માઈલેજ આપે છે

Datsun RediGo car is currently available at the lowest interest rate

  • આ કારની કિંમત રૂપિયા 2.68 લાખથી શરૂ થાય છે
  • કંપની હાલ આ કાર પર 37000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે
  • RediGoમાં  800cc અને 1.0 લિટર એમ બે  ઓપ્શન સાથે પેટ્રોલ એન્જિનમાં આવશે

Divyabhaskar.com

Jul 08, 2019, 06:22 PM IST

ઓટો ડેસ્ક. ભારતીય ઓટો સેક્ટર હાલ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. કંપનીઓ અનેક ઓફર્સ સાથે કાર વેચી રહી હોવા છતાં લોકોમાં કાર ખરીદવાનો ઉત્સાહ પણ જાણે મરી પરવાર્યો હોય તેમ જણાય છે. આવા સમયે Datsun પણ તેની નાની કાર RediGo પર વધુ એક ઓફર લઈને આવી છે. કંપનીનો દાવો છે કે, આ કાર પ્રતિ લિટર 23 કિમીની માઈલેજ આપે છે.

Datsun તેની નાની કાર RediGo પર સૌથી ઓછા 7.99 ટકા વ્યાજદર સાથે ગ્રાહકોને ઓફર કરી રહી છે. જેના કારણે કાર EMI પર ખરીદવામાં આવે તો પણ મોંઘી નહીં પડે. આ કારની કિંમત રૂપિયા 2.68 લાખથી શરૂ થાય છે. ખાસ વાત તો એ છે કે, કંપની હાલ આ કાર પર 37000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

RediGoના એન્જિનની વાત કરીએ તો કંપનીએ તેમાં 800ccનું પેટ્રોલ એન્જિન લગાવ્યું છે. આ એન્જિન 53bhpનો પાવર અને 72Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કારમાં અન્ય એક 1.0 લિટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન આપ્યો છે. જે 67bhpનો પાવર અને 91Nmનો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે. કારનું 800cc વાળું મોડેલ 22.7kmplની માઈલેજ આપે છે. જ્યારે 1.0L પેટ્રોલ મોડેલ 22.5 kmplની માઈલેજ આપે છે. માર્કેટમાં RediGo ની સ્પર્ધા મારુતિ સુઝુકી અલ્ટો અને રેનો ક્વિડ સાથે થઈ રહી છે.

X
Datsun RediGo car is currently available at the lowest interest rate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી