• Home
  • Automobile
  • Customers will be able to take a test drive from MG Hector on June 15, which can be sold for a price of 16 to 20 lakhs

ડ્રાઇવ / 15 જૂનથી ગ્રાહકો MG Hectorની ટેસ્ટ ડ્રાઇવ લઈ શકશે, 16થી 20 લાખ રૂપિયાની કિંમતે વેચાઈ શકે છે

Divyabhaskar.com

Jun 12, 2019, 12:20 PM IST
Customers will be able to take a test drive from MG Hector on June 15, which can be sold for a price of 16 to 20 lakhs

ઓટો ડેસ્કઃ એમજી હેક્ટર ભારતમાં આ મહિને લોન્ચ થવા જઈ રહી છે. આ મચ-અવેઇટેડ પ્રીમિયમ એસયુવીની ટક્કર ભારતમાં ટાટા હેરિયર, મહિન્દ્રા એક્સયુવી 500, જીપ કંપાસ અને હ્યુન્ડાઇ ક્રેટા જેવી કાર સાથે થશે. જે લોકો આ કાર લોન્ચ થવાની જોઇ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. ગ્રાહક લોન્ચિંગ પહેલાં જ આ કારની ટેસ્ટ ડ્રાઇવની મજા માણી શકશે. 15 જૂનથી કંપની ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.


આ પ્રીમિયમ એસયુવી ભારતમાં 15મેના રોજ રજૂ કરવામાં આવી હતી. કંપનીએ આ કારનું બુકિંગ પહેલેથી જ શરૂ કરી દીધું છે. ગ્રાહક 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને આ કાર બુક કરાવી શકે છે. આ કંપનીની ભારતમાં પહેલી કાર છે. જો કે, ખાસ વાત એ છે કે આ એક કનેક્ટેડ કાર હશે. આ કાર લેવા માગતા ગ્રાહકો તેને કંપનીની વેબસાઇટ પર તેનું બુકિંગ કરાવી શકે છે.


MG Hectorમાં 143hp, 1.5 લિટર ટર્બો પેટ્રોલ, 170hp, 2.0 લિટર ડીઝલ અને એક 1.5 ટર્બો પેટ્રોલનું 48V માઇલ્ડ-હાઈબ્રિડ વર્ઝન હશે. આ કાર 5 સીટવાળી કન્ફિગરેશરેશનમાં સેલ કરવામાં આવશે. તેમજ આ કારનું 7 સીટર વર્ઝન પણ આવતા વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.


આ કારની એક્સ શો રૂમ કિંમત 16 લાખ રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધીમાં ઉતારી શકાય એવી શક્યતા છે. તેમાં ઘણાં સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ જોવાં મળશે. આ ફીચર્સમાં ખાસ કરીને 10.4 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સન રૂફ, 6 એરબેગ્સ અને 17 ઈંચના એલોય વ્હીલ્સ સામેલ છે.

X
Customers will be able to take a test drive from MG Hector on June 15, which can be sold for a price of 16 to 20 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી