ઓફર / બજાજ પ્લેટિના H-Gear માટે કંપનીની નવી ઓફર, માત્ર 3000 રૂપિયા આપીને બાઇક ઘરે લઈ જઈ શકશો

company's new offer for the Bajaj Platina H-Gear, pay down payment of only 3,000 Rs.

Divyabhaskar.com

Jul 17, 2019, 12:27 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં 100cc પછી હવે 110cc એન્જિનવાળી બાઇક્સની માગ વધી રહી છે. કારણ કે ઓછી કિંમતમાં વધુ પાવર સાથે વધારે એવરેજ પણ આપે છે. તાજેતરમાં જ 110cc સેગમેન્ટમાં બજાજ ઓટોએ પોતાની નવી પ્લેટિના H-Gear માર્કેટમાં લોન્ચ કરી છે અને હવે કંપનીએ આ બાઇક પર એવી ઓફર રજૂ કરી છે જે ગ્રાહકને બાઇક ખરીદવા માટે આકર્ષી શકે છે.


ગ્રાહકોને લલચાવવા માટે બજાજે આ બાઇક પર બહુ ઓછાં ડાઉન પેમેન્ટની ઓફર આપી છે. માત્ર 3,068 રૂપિયા ડાઉન પેમેન્ટ આપી તમે આ બાઇક ઘરે લઈ જઈ શકો છો. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 53,376થી શરૂ થાય છે.


આ દુનિયાની પ્રથમ એવી બાઇક છે જેમાં H-Gear ટેક્નોલોજી સામેલ કરી છે. એક્સ્ટ્રા હાઇવે ગિયર અને ગિયર શિફ્ટ ગાઇડની મદદથી રાઇડ સારી અને આરામદાયક બને છે. સામાન્ય રીતે 100cc અને 110cc બાઇકમાં 4 ગિયર હોય છે, જે નોર્મલ રાઇડ માટે બેસ્ટ માનવામાં આવે છે. પરંતું જ્યારે તમે 60ની ઉપર સ્પીડ પકડો તો બાઇકમાં વાઇબ્રેશન થવા લાગે છે અને બાઇક થોડી હાર્ડ બની જાય છે. એવામાં રાઇડને સ્મૂધ બનાવવા માટે બજાજે નવી પ્લેટિનામાં 4 ગિયરને બદલે 5 ગિયર લગાવ્યાં છે અને આ પાંચમા ગિયરને કંપનીએ H-ગિયર એટલે કે હાઇવે ગિયર નામ આપ્યું છે.


આ બાઇકમાં 115.5cc એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે, જે 8.6PS પાવર અને 9.81Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ બાઇકની રાઇડ ક્વોલિટી સારી બનાવવા તેનાં સસ્પેન્શન અને ગિયર બોક્સ પર પણ ઘણું કામ કર્યું છે. આ બાઇકમાં ડિસ્ક બ્રેકનો પણ ઓપ્શન મળી રહ્યો છે.

X
company's new offer for the Bajaj Platina H-Gear, pay down payment of only 3,000 Rs.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી