અપકમિંગ / BMW 3 Series ભારતમાં 21 ઓગસ્ટે લોન્ચ થશે, પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં આવશે

BMW 3 Series will be launched in India on August 21, both petrol and diesel engine will come

  • ડીઝલ વર્ઝન 41 લાખ જ્યારે પેટ્રોલ વર્ઝનની કિંમત 48.5 લાખ રૂપિયા હોવાની શક્યતા
  • કારની ટક્કર ઓડી A4, જગુઆર XE અને અપકમિંગ વોલ્વો S60 સાથે થશે

Divyabhaskar.com

Jul 08, 2019, 05:57 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં BMWની સિરીઝ 3 ખૂબ પ્રખ્યાત છે અને આ કંપનીના એન્ટ્રી લેવલની લક્ઝરી સિડેન કાર પણ છે. ગ્રાહકોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને કંપનીએ સમયાંતરે આ કારમાં અનેક ફેરફારો કર્યા છે અને હવે ફરી એકવાર કંપની 21 ઓગસ્ટે ભારતમાં નવી 6 જનરેશન 3 સિરીઝ ભારતમાં 21 ઓગસ્ટે લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો જાણીએ કે આ વખતે BMW 3 Seriesમાં શું નવું આવી રહ્યું છે.


કિંમત
નવી BMW 3 સિરીઝની સીધી ટક્કર ઓડી A4, જગુઆર XE અને અપકમિંગ વોલ્વો S60 સાથે થશે. એવી ધારણા છે કે નવી 3 સિરીઝનાં ડીઝલનાં બેઝિક વર્ઝનની એક્સ શો રૂમ કિંમત 41 લાખ રૂપિયાથી શરૂ થશે, જ્યારે પેટ્રોલ મોડલની એક્સ-શો રૂમ કિંમત રૂ. 48.5 લાખ સુધી જઈ શકે છે.


એન્જિન
ભારતમાં નવી 3 સિરીઝ પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં લાવવામાં આવશે. તેના 330i વર્ઝનમાં 2.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન હશે, જે વધુ પાવર અને ટોર્ક સાથે આવશે. આ કારમાં 258hp અને 400Nm ટોર્ક મળશે. વધુમાં, તેના 320dનાં ડીઝલ વર્ઝનમાં 2.0-લિટર એન્જિન મળશે, જે 190hp અને 400Nm ટોર્ક જનરેટ કરશે. બંને એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. એન્જિન BS-6 ધોરણો સાથે સજ્જ હશે.


ફીચર્સ
નવી 3 સિરીઝ કારમાં સેફ્ટી પર પૂરું ધ્યાન આપવામાં આવશે. કારમાં એરબેગ્સ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, સિટી બ્રેકિંગ ફંક્શન, ચાલવાની ચેતવણી અને લેન ડિપાર્ટમેન્ટ અલર્ટ વગેરે જવાં ફીચર્સ સામેલ કરવામાં આવશે. કારના બાહ્ય દેખાવમાં પણ ઘણા ફેરફાર થયેલા જોવા મળશે. આ કાર પહેલાં કરતાં પણ વધુ વૈભવી બનાવવામાં આવી છે.

X
BMW 3 Series will be launched in India on August 21, both petrol and diesel engine will come
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી