ટીપ્સ / પોતાની કાર વેચતાં પહેલાં પર્સનલ ડેટા ડિલીટ કરો, ખોટો ઉપયોગ થઈ શકે છે

Before selling your car delete personal data it may be used incorrectly

Divyabhaskar.com

Jun 08, 2019, 06:02 PM IST

ઓટો ડેસ્કઃ એ સમય ગયો જ્યારે કાર વેચતી વખતે માત્ર થોડાં ડોક્યુમેન્ટ્સ પર સાઇન કરીને ચિંતામુક્ત થઈ જવાતું હતું. જ્યારે હવે જો કાર વેચવી હોય તો તમારે તેમાંથી પર્સનલ ડેટા પણ ડિલીટ કરવો પડે છે કારણ કે, તમારી કાર એ બધું જ જાણે છે કે તમારું ઘર ક્યાં છે, તમારાં કોન્ટેક્ટ લિસ્ટમાં કેટલા નંબર છે અને કઈ એપ્લિકેશનનો તમે સૌથી વધારે ઉપયોગ કરો છો.


ફોન કોન્ટેક્ટ્સ ડિલીટ કરો
નવી કારમાં બેસતાં જ આજકાલ સૌથી પહેલું કામ ફોન સિંક કરવામાં આવે છે. આવું કરીને તમ કારને કોન્ટેક્ટ્સ નેમ, નંબર્સ અને કેટલાક કિસ્સાઓમાં ટેકેસ્ટ મેસેજ સુધી પહોંચવાની પણ મંજૂરી આપો છો. આવું કરવામાં કંઈ ખોટું નથી કારણ કે, હેન્ડ્સફ્રી જેવાં ફીચરનાં ઉપયોગથી કારનું ડ્રાઇવિંગ બહુ સુવિધાજનક થઈ ગયું છે. તેથી કાર વેચતી વખતે એ ચોક્કસ જાણી લો કે તમારો ફોન કારથી સંપૂર્ણ રીતે ડિસકનેક્ટ થઈ ગયો છે કે નહીં. દરેક કાર પ્રમાણે તેને ડિસકનેક્ટ કરવાની રીત અલગ હશે. પરંતુ આ એટલું અઘરું નથી. નવા જમાનાની કારમાં ફોન ડિસકનેક્ટ કરવાની દરેક જાણકારી આપવામાં આવી છે. યુઝર કારનું મેન્યુઅલ વાંચીને ફોનની સેટિંગ્સમાં જઇને પણ કારમાં રહેલો બધો ડેટા ક્લિન કરી શકે છે.


મેપ્સ અને અડ્રેસ ડિલીટ કરવું
મોટાભાગે લોકો કારની સ્ક્રીનમાંથી મેપ્સ અને અડ્રેસ ડિલીટ કરવાનું ભૂલી જાય છે. તમારી કારની નેવિગેશન સિસ્ટમને બધું ખબર છે કે તમે મોટાભાગે કઈ જગ્યાઓ પર જાઓ છો અને કાર ક્યાં પાર્ક કરો છો. તમારી ઓફિસ, બાળકોની સ્કૂલ, ઘર વગેરે વિશે તેને જાણકારી હોય છે. આ ડેટા ડિલીટ કરવા નેવિગેશનની ઈન્ફો સેટિંગ્સથી આ ડેટા સાફ કરી શકાય છે. ભલે તમે અહીંથી ડેટા ડિલીટ કરી દીધો પણ મેમરીમાં તે રહી જાય છે. તેથી કારનું યુઝર મેન્યુઅલ વાંચીને મેમરીમાંથી પણ આ ડેટા ડિલીટ કરો.


મોબાઇલ એપ્સ ક્લિયર કરો
કોઈપણ પ્રાઇવેટ લોગ ઇન અથવા પર્સનલ ડેટા જે કોઈ મોબાઇલ એપ પર જમા થયેલો છે એ કાર સાથે પણ કનેક્ટેડ હોઈ શકે છે. દાખલા તરીકે, કાર મેકર્સ એક ઈન્ટરનલ મોબાઇલ એપ આપવા લાગ્યા છે, જેનાથી કારનાં ફંક્શન્સ પણ કન્ટ્રોલ થાય છે અને કાર લોક પણ થઈ શકે છે. આ એપ પર તમારી પર્સનલ ઈન્ફોર્મેશન હોય છે. તેથી કાર વેચતી વખતે આ એપ કારમાંથી ડિલીટ કરી દેવી જોઇએ.


ડિજિટલ કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન
જો તમે કોઈ પ્રકારનું ડિજિટલ કન્ટેન્ટ સબ્સ્ક્રાઇબ કરીને રાખ્યું હોય તો તેને નવાં અકાઉન્ટ પર ટ્રાન્સફર કરાવાનું યાદ નથી રહેતું. કાર વેચ્યાં પછી તેનો નવો માલિક અને તમે પોતે પણ આ કન્ટેન્ટ એક્સેસ નહીં કરી શકો.


એપની મદદ
કાર ઓનર્સની મદદ માટે 'પ્રાઇવસી 4 કાર' જેવી એપ પણ આવે છે. તેની મદદથી કારમાં રહેલી તમામ પર્સનલ ઈન્ફોર્મેશન ડિલીટ કરી શકાય છે.

X
Before selling your car delete personal data it may be used incorrectly

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી