અપકમિંગ / બજાજની નવી Pulsar NS200 હવે ફ્યુઅલ ઈન્જેક્શન સાથે આવશે, આ દિવાળી પર લોન્ચ થઈ શકે છે

Bajaj's new Pulsar NS200 will now come with fuel injection, this may be launched on Diwali

Divyabhaskar.com

Jun 10, 2019, 02:16 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં બજાજ ઓટોની પલ્સર સિરીઝ લાંબા સમયથી લોકપ્રિય રહી છે. પલ્સર સિરીઝમાં Pulsar NS200 યૂથને ટાર્ગેટ કરે છે અને થોડા સમય પહેલાં કંપનીએ તેને એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે પણ રજૂ કરી હતી. આ બાઇકની કિંમત 1,12,557 લાખ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, બજાજ હવે Pulsar NS200ને ફ્યૂઅલ ઈન્જેક્શન ટેક્નિક સાથે લોન્ચ કરવાની તૈયારીમાં છે અને તેને આ વર્ષે દિવાળી પર લોન્ચ કરશે.


વર્તમાન Pulsar NS200માં 199.5cc, લિક્વિડ કૂલ્ડ, 4 વોલ્વ, ફ્યૂઅલ ઈન્જેક્ટેડ એન્જિન લાગેલું છે, જે 9500 rpm પર 23.5hp પાવર અને 8000 rpm પર 18.3Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. પરંતુ Fi એન્જિનમાં આવતી પલ્સર એન્જિનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં માત્ર ફ્યૂઅલ એન્જિન જ સામેલ કરવામાં આવશે.


Pulsar NS200 બાઇકના ફ્રન્ટમાં 280mm ડિસ્ક અને 230mmની રીઅર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ બાઇક સિંગલ ચેનલ એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. આ ઉપરાંત, બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક આપવામાં આવ્યું છે. જે રાઇડ આરામદાયક બનાવે છે.

X
Bajaj's new Pulsar NS200 will now come with fuel injection, this may be launched on Diwali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી