• Home
  • Utility
  • Automobile
  • Bajaj Pulsar NS 125 will be launched in India next month, the price will be between 63,000 to 65 thousand rupees

અપકમિંગ / Bajaj Pulsar NS 125 આવતા મહિને ભારતમાં લોન્ચ થશે, કિંમત 63 હજારથી 65 હજાર રૂપિયા હશે

Bajaj Pulsar NS 125 will be launched in India next month, the price will be between 63,000 to 65 thousand rupees

Divyabhaskar.com

Jul 08, 2019, 06:25 PM IST

ઓટો ડેસ્કઃ બજાજ ઓટો આ ફેસ્ટિવ સિઝન પહેલાં પોતાના ગ્રાહકો માટે નવી બજાજ પલ્સર NS 125 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નવી પલ્સર બાઇક આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. પલ્સરની ખાસ વાત એ હશે કે તે 125cc સેગમેન્ટમાં સૌથી પાવરફુલ બાઇક હશે. ભારતમાં લોન્ચ કર્યાં પછી આ બાઇકને ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે.


Pulsar NS125 સ્પોર્ટી લુકમાં આવશે. તેની ડિઝાઇનમાં પલ્સર 135ની ઝલક જોવા મળી શકે છે. આ બાઇકમાં શાર્પ હેડલાઇટ, હાર્ડ વિન્ડસ્ક્રીન અને સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, મેટ ફિનિશ એક્ઝોસ્ટ મફલર, ડ્યુઅલ ટોન કલર સ્કીમ, પહોળા ટાયર અને સ્પ્લિટ સીટ્સ વગેરે ફીચર્સ જોવા મળી શકે છે.


બજાજ ઓટો હંમેશાં ઓછી કિંમતમાં સ્ટાઇલિશ બાઇક લાવવા માટે જાણીતી છે. તેથી ધારણા છે કે નવી Pulsar NS125ની કિંમત 63,000 રૂપિયાથી લઇને 65,000 હોઈ શકે છે. આ બાઇકની ટક્કર હોન્ડા શાઇન સાથે થશે. નવી Bajaj Pulsar NS125માં ફ્યુઅલ ઈન્જેક્શનવાળું 124.45ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન મળશે, જે 12hpનો પાવર 8500rpm આપશે અને 6000 rpm પર 11Nm ટોર્ક જનરેટ કરશે. આ બાઇકનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ હશે.

X
Bajaj Pulsar NS 125 will be launched in India next month, the price will be between 63,000 to 65 thousand rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી