• Home
  • Automobile
  • Bajaj Pulsar 125 may launch in the first weeks of September, with an estimated cost of Rs 60 thousand

અપકમિંગ / બજાજ Pulsar 125 સપ્ટેમ્બરનાં પહેલાં અઠવાડિયાંમાં લોન્ચ થઈ શકે છે, અંદાજિત કિંમત 60 હજાર રૂપિયા

Bajaj Pulsar 125 may launch in the first weeks of September, with an estimated cost of Rs 60 thousand

Divyabhaskar.com

Aug 11, 2019, 12:03 PM IST

ઓટો ડેસ્કઃ બજાજ ઓટો પલ્સર 125 બાઇક આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. બજાજ ઓટો ચીફ કમર્શિયલ ઓફિસર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ અઠવાડિયામાં કંપની 125cc સેગમેન્ટમાં એક નવી પ્રોડકટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ બાઇક 5થી 7 સપ્ટેમ્બરની વચ્ચે લોન્ચ થઈ શકે છે. ભારતમાં આ બાઇકના લોન્ચિંગની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.
બજાજ પલ્સર NS 125ની ડિઝાઇન પલ્સર NS રેન્જની અન્ય બાઇક્સ જેવી જ છે. તેમાં નવાં બોડી ગ્રાફિક્સ અને નવી કલર સ્કીમ મળશે. બાઇકમાં મેટ ફિનિશ એક્ઝોસ્ટ મફલર, ડ્યુઅલ ટોન કલર સ્કીમ, વાઇડ ટાયર અને સ્પ્લિટ સીટ્સ આપવામાં આવી છે. તેમાં એક નાનું એન્જિન કlઉલ પણ છે, જે બાઇકને સ્પોર્ટી બનાવે છે.

ડિઝાઇન
પલ્સર 125ની ડિઝાઇન બંધ થઈ ચૂકેલી પલ્સર 135માંથી લેવામાં આવી છે. તેમાં પલ્સર 135ની જેમ શાર્પ હેડલાઇટ, હાઈ વિન્ડસ્ક્રીન અને સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે. આ બાઇકનાં ફ્રંટમાં ડિસ્ક અને રીઅરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. પલ્સર 125 ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાર કલર્સ - બ્લેક, રેડ, વ્હાઇટ અને યલો કલરમાં ઉપલબ્ધ છે.

એન્જિન
પલ્સર 125માં 124.45cc એર-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન છે, જે 12 bhp પાવર અને 11 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ બજાજની સૌથી પાવરફુલ 125ccની બાઇક છે.

કિંમત
આ બાઇક 125ccથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવે છે. તેથી તેમાં ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) નહીં હોય. ABS ન હોવાને કારણે આ બાઇકની કિંમત ઓછી હશે એવી અપેક્ષા છે. જો કે, આ બાઇક CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ હશે. ભારતમાં પલ્સર NS 125ની કિંમત 60 હજાર રૂપિયા આસપાસ રાખવામાં આવે એવી શક્યતા છે.

X
Bajaj Pulsar 125 may launch in the first weeks of September, with an estimated cost of Rs 60 thousand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી