ફટકો / ઓટો સેલ્સ રિવર્સ ગિયરમાં, કારના વેચાણ 25 ટકા સુધી ઘટ્યાં

Auto sales continues down in june, sales of cars fall by 25 percent

Divyabhaskar.com

Jul 11, 2019, 09:20 AM IST

ઓટો ડેસ્ક. દેશમાં ઓટો સેક્ટર માટે જૂન મહિનો પણ નિરાશાજનક સાબીત થયો છે. મોટા ભાગના વાહનોના તમામ સેગમેન્ટમાં વેચાણો ઘટ્યાં છે. પેસેન્જર વાહનોનું વેચાણ 17.54 ટકા ઘટીને માત્ર 225732 યુનિટ જ રહ્યું હતું. જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 273748 યુનિટ નોંધાયું હતું.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા રજૂ કરવાયેલા અહેવાલ મજુબ સ્થાનિક કારનું વેચાણ 24.97 ટકા ઘટીને 139628 યુનિટ રહ્યું છે, જે અગાઉના વર્ષે 183885 યુનિટ રહ્યું હતું. મોટરસાઇકલના વેચાણમાં પણ 9.57 ટકાનો ઘટાડો થઇ 1084598 યુનિટ જ રહ્યો છે. અગાઉના વર્ષે આ સમયગાળામાં મોટરસાઇકલ સેગમેન્ટનું વેચાણ 1199332 યુનિટ રહ્યું હતું.

જૂનમાં ટુ-વ્હીલરની વેચાણ 11.69 ટકા ઘટીને 1649477 યુનિટ હતા જે અગાઉના વર્ષના સમાન મહિનામાં 1867884 યુનિટ હતા. કોર્મશિયલ વાહનોના વેચાણ જૂન મહિનામાં 12.27 ટકા ઘટીને 70771 એકમ રહ્યાં છે જે ગતવર્ષે 80670 યુનિટ રહ્યાં હતા. તમામ સેગમેન્ટમાં વેચાણ 12.34 ટકા ઘટી 1979952 યુનિટ રહ્યાં હતા જે અગાઉના વર્ષે આ સમયમાં 2279186 યુનિટ હતા.

એપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ 18.42 ટકા ઘટીને 712620 યુનિટ થયું હતું જ્યારે એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન તમામ કેટેગરીમાં વાહન વેચાણ 12.35 ટકા ઘટીને 6085406 યુનિટ રહ્યાં હતા. ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

પેસેન્જર વેચાણો 18 ટકા ઘટ્યાં

વિગત જૂન-18 જૂન-19
પેસેન્જર વાહન 273748 225732
કોમર્સિયલ વાહન 80670 70771
ટુ-વ્હિલર્સ 1867884 1649477
થ્રી-વ્હિલર્સ 56884 51885
કુલ 2279186 1997952
X
Auto sales continues down in june, sales of cars fall by 25 percent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી