• Home
  • Automobile
  • Aston Martin made 28 units of james bond Iconic car, costing ₹ 25 crores

જેમ્સ બોન્ડ કાર / એસ્ટોન માર્ટિને આઈકોનિક કારનાં 28 યૂનિટ્સ બનાવ્યા, કિંમત ₹ 25 કરોડ રાખી

Aston Martin made 28 units of james bond Iconic car, costing ₹ 25 crores
X
Aston Martin made 28 units of james bond Iconic car, costing ₹ 25 crores

  • આ જેમ્સ બોન્ડ કાર કાયદેસર રીતે રસ્તા પર ચલાવી શકાય નહીં
  • જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વપરાયેલી એકમાત્ર મોડેલ કાર 1997માં ચોરી થઈ હતી
  • ચોરી થયેલી કારનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી

Divyabhaskar.com

May 15, 2019, 11:24 AM IST

ઑટો ડેસ્ક. કાર મેકર કંપની 'એસ્ટોન માર્ટિને' જેમ્સ બોન્ડ મૂવી 'ગોલ્ડફિંગર'થી પ્રેરિત કાર કેટલાંક ગ્રાહકો માટે રીમોડેલ કરી છે. કંપનીએ હવે આ કારનાં 28 યુનિટ બનાવ્યા છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કારના અવાજથી લઈને રંગને પણ મૂળ કારની જેમ રાખવામાં આવ્યા છે. દસ મહિના પહેલા કંપનીએ જાહેરાત કરી હતી કે, તે જેમ્સ બોન્ડ કારનાં કેટલાંક યુનિટ્સ બનાવશે.

તેમાં ઓરિજિનલ કાર જેવા જ ગેજેટ્સ આપ્યા છે

કંપનીએ આ કારમાં લાગેલા ગેજેટ્સ વિશે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ બધી કારમાં ફરતી લાઈસન્સ પ્લેટ હશે, જે ત્રણ જુદા જુદા ટૅગ્સ બતાવશે. આ પરાંત મૂળ કારમાં મશીન ગનનું ડુપ્લિકેટ મોડલ્સ પણ ઇન્સ્ટોલ કર્યા છે જે ઓરિજિનલ કારમાં લાગ્યા હતા.

આ ઉપરાંત કારમાં સ્મોક સ્ક્રીન ઉપકરણ પણ છે. આ ઉપકરણ કારને છુપાવે છે, જેથી કારનો પીછો કરતાં લોકોને ગુમરાહ કરી શકાય છે.

કારમાં પાછળના ભાગે ઓઈલ છંટકાવ માટે પિચકારી પણ લાગેલી હશે. એટલું જ નહિ કારમાં આગળ અને પાછળનાં ભાગે એક ખાસ પ્રકારનાં હથિયારો પણ આપ્યા છે જે બટન દબાવતાં બહાર નીકળે છે.

આ કાર એસ્ટન માર્ટિનના ઇંગ્લેન્ડ સ્થિત પ્લાન્ટમાં બનાવવામાં આવી છે, જ્યાં મૂળ એસ્ટન માર્ટિન કાર બનાવવામાં આવી હતી.

આ કારને 1964ની DB5ની જેમ જ ડીઝાઇન કરવામાં આવી છે, જેમાં મૂવીમાં દેખાતા લગભગ તમામ ગેજેટ્સ ઉપલબ્ધ છે. કંપનીએ આ કારને મૂળ ચાંદીના રંગમાં રંગી દીધી છે.

કારનો વીમા ઉતારનાર હૂગર્ટી ઈન્સ્યોરન્સનું કહેવું છે કે, જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વપરાયેલી એકમાત્ર મોડેલ કાર 1997માં ચોરી થઈ હતી, જેનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી