• Home
  • Automobile
  • 4 winners of Harley-Davidson's 'Life Internship Program' announce

ન્યૂ પ્રોગ્રામ / હાર્લી-ડેવિડસન 'વે ઓફ લાઈફ ઇન્ટર્નશિપ કાર્યક્રમ'ના 4 વિજેતાઓની જાહેરાત

Divyabhaskar.com

May 16, 2019, 04:55 PM IST
4 winners of Harley-Davidson's 'Life Internship Program' announce
X
4 winners of Harley-Davidson's 'Life Internship Program' announce

  • ઉનાળું ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે 31 માર્ચથી સહભાગીઓની શોધ શરૂ થયો હતો
  • ઈન્ટર્નશિપ માટે 2,207 લોકોએ સોશિયલ મીડિયા ઝુંબેશ દ્વારા અરજી કરી હતી
  • ફાઈનલિસ્ટ 12 લોકોમાંથી અનેક ચર્ચા અને જ્યુરીના નિર્ણય પછી 4 લોકો પસંદગી પામ્યા

ઓટો ડેસ્ક. 'હાર્લી-ડેવિડસન ઈન્ડિયા'એ તેના #FindYourFreedom કેમ્પેઈનના વિજેતાઓના નામની જાહેરાત કરી છે. તેઓ હાર્લી-ડેવિડસન માટે 'વે ઓફ લાઈફ ઇન્ટર્નશિપ કાર્યક્રમ' હેઠળ ભારત માટે નવી પેઢીના રાઇડર્સ તૈયાર કરશે. આ ઉનાળુ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે અંતિમ સહભાગીઓ માટેની શોધ 31 માર્ચ, 2019થી શરૂ થઈ હતી. આ ઈન્ટર્નશિપ માટે 2,207 લોકોએ સોશિયલ મીડિયા ઝુંબેશ થકી અરજી કરી હતી. 100 લોકોની પસંદગી પછી છેલ્લા રાઉન્ડમાં 12 લોકોએ સ્થાન મેળવ્યું હતું. તેમાંથી સઘન ડિસ્કશન અને ઇન્ટરવ્યુ સાથે ત્રણ રાઉન્ડનો ટાસ્ક પૂરો કર્યા પછી આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે કુલ 4 લોકોની પસંદગી કરવામાં આવી છે.

15 મે, બુધવારથી ઈન્ટર્નશિપ શરૂ થઈ ગઈ છે

1.

આ પ્રસંગે હાર્લી-ડેવિડસન ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ રાજશેખરે જણાવ્યું હતું કે,' હાર્લી-ડેવિડસન દાયકાઓથી ભારતમાં ટુ વ્હીલર વેચી રહી છે અને અમારા 'મોર રોડ્સ ટુ હાર્લી-ડેવિડસન' પ્લાન હેઠળ અમે #FindYourFreedom ઇન્ટર્નશિપ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. ભારતમાં વર્ષો પછી પહેલી વાર તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશને દેશભરમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ચાર સહભાગીઓને મળીને અમને ખૂબ આનંદ થયો છે. છેલ્લા 12 સ્પર્ધકો વચ્ચેની ખૂબ નજીકની સ્પર્ધા થઈ અને દરેકમાં બ્રાન્ડ તરફનો જુસ્સો અને એનર્જી જોવા મળ્યાં છે.'

2.

હાર્લી-ડેવિડસન દ્વારા આયોજિત આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં ભાગ લેનારા છેલ્લા ચાર સહભાગીઓમાં દિલ્હીનો શશાંક નવાની (25), દહેરાદૂનનો આશિષ રાવત (23), હૈદરાબાદથી રૉય ચાકો (51) અને ચેન્નાઈથી પ્રતિક દરોલિયા (31)નો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ નિષ્ણાતોની પેનલ દ્વારા જ્યૂરી રાઉન્ડ પછી આ ચાર વિજેતાઓની પસંદગીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિજેતાઓ ઈન્ટર્નશિપ દરમિયાન એચઓજી કમ્યુનિટી સાથે રાઈડિંગ, ડીલરશિપ પર ઓન ગ્રાઉન્ડ અનુભવ, કસ્ટમ બાઈક બનાવવી, ફ્લેટ ટ્રેક પર વાહન ચલાવવું અને હાર્લી-ડેવિડસન યુનિવર્સિટી સોર્સિસ જેવી પ્રવૃત્તિઓ પર કામ કરશે. આ ઈન્ટર્નશિપ 15 મે 2019 (બુધવારથી) શરૂ થઈ ગઈ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી