ન્યૂ લોન્ચ / હોન્ડા એક્ટિવા 125 ભારતમાં BS6 એન્જિન સાથે લોન્ચ, કિંમત ₹ 65,000 રહે તેવો અંદાજ

Honda Activa 125 launches with the BS6 engine in India, the price is estimated to be 65,000

  • 2019 Activa 125માં કંપનીએ તેનાં જૂના મોડેલની માફક જ 125ccનું એન્જિન લગાવ્યું છે
  • નવા Activa 125 સ્કૂટર પર કંપની 6 વર્ષની વોરન્ટી આપશે
  • સ્કૂટર ત્રણ સેકન્ડ કરતાં વધુ સમય નિષ્ક્રિય રહે તો ઓટોમેટિક એન્જિન બંધ થઈ જશે

Divyabhaskar.com

Jun 13, 2019, 12:41 PM IST

ઓટો ડેસ્ક. હોન્ડાએ આખરે પોતાનું પ્રથમ BS-6 (ભારત સ્ટાન્ડર્ડ-6) માનાંકો સાથેનું સ્કૂટર 2019 Honda Activa 125 લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર 6 કલર ઓપ્શન રેડ, બ્લૂ, બ્લેક, ગ્રે, વ્હાઈટ અને બ્રાઉનમાં ઉપલબ્ધ થશે. હાલ કંપનીએ આ સ્કૂટરની કિંમત અંગે કોઈ જાણકારી આપી નથી પરંતુ તેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 65,000 રહે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.

Activa 125 ને બીજા મોડેલ્સથી અલગ બનાવવા માટે કંપનીએ તેની ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો છે. આ સ્કૂટરનો ફ્રન્ટ પાર્ટ થોડો રિફ્રેશ કર્યો છે. સાથે તેમાં નવા ડિકલ્સ, નવા ગ્રેબ રેલ અને નવા સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યા છે. નવી એક્ટિવા રેન્જ, એવરેજ ફ્યૂઅલ કંજપ્શન અને રિયલ ટાઈમ ફ્લૂઅલ એફિસિઅન્સી જેવી માહિતી પણ ડિસિપ્લે કરશે. સાથે જ તેમાં એક્સ્ટર્નલ ફ્યૂઅલ કેપ પણ આપવામાં આવી છે.

નવી Activa 125 માં LED હેડલેમ્પ, એક USB ચાર્જર અને સીટ ઓપનિંગ સ્વીચ સાથે 4-ઈન-1 લેક આપ્યું છે. તેના સિવાય આ સ્કૂટરમાં હોન્ડાની આઈડલ સ્ટોપ સિસ્ટમ ટેક્નોલોજીને પણ સામેલ કરવામાં આવી છે, જે હીરોનાં i3S (આઈડલ-સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ)ની માફક જ છે. આ ફીચર સ્કૂટરનાં ત્રણ સેકન્ડ કરતાં વધુ સમય નિષ્ક્રિય રહેવા પર તેનું એન્જિન બંધ કરી દે છે, ત્યારબાદ રાઈડર તેનું બ્રેક-લીવર પ્રેસ કરશે કે તરત જ સ્કૂટર ફરીથી ચાલુ થઈ જશે.

2019 Activa 125માં કંપનીએ તેનાં જૂના મોડેલની માફક જ 125ccનું એન્જિન આપ્યું છે. પરંતુ નવા અવતાર સાથે આ એન્જિન 8.6PSનો પાવર અને 10.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. સસ્પેન્શન સેટઅપની વાત કરીએ તો તેનાં ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅમાં મોનોશોક આપ્યો છે. બ્રેકિંગ માટે તેના ફ્રન્ટમાં 190mmની ડિસ્ક અને રિઅરમાં 130mmનું ડ્રમ યુનિટ આપ્યું છે.

નવા Activa 125 સ્કૂટર પર કંપની 6 વર્ષની વોરન્ટી ( 3 વર્ષ સ્ટેન્ડબાય અને 3 વર્ષ ઓપ્શનલ) આપી રહી છે. ભારતીય માર્કેટમાં આ સ્કૂટરની સ્પર્ધા TVS NTorq 125 અને Hero Maestro Edge 125 જેવા સ્કૂટર્સ સાથે થવાની છે.

X
Honda Activa 125 launches with the BS6 engine in India, the price is estimated to be 65,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી