વેચાણ / રેનો ક્વિડ બેસ્ટ સેલિંગ કાર બની, કંપનીએ 3 લાખથી વધુ કાર વેચી

Renault kwid became the best selling car, the company sold more than 3 million cars

Divyabhaskar.com

Jun 13, 2019, 01:25 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં એન્ટ્રી લેવલ હેચબેક સેગમેન્ટમાં રેનોની ક્વિડ કાર એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે વેચાણમાં તેણે મારુતિની અલ્ટો કારને પણ પાછળ પાડી દીધી છે. આ કાર વર્ષ 2015માં લોન્ચ થઈ હતી. સ્પોર્ટી લુક્સ અને વધુ સ્પેસના કારણે આ કાર ગ્રાહકોની નંબર વન ચોઇસ બની રહી છે. તેથી ક્વિડ કંપનીની બેસ્ટ સેલિંગ કાર બની છે અને તેણે વેચાણમાં 3 લાખનો આંકડો વટાવી દીધો છે. ભારતમાં ક્વિડનો 98% ભાગ ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે. તેથી, આ 'મેક ઇન ઇન્ડિયા' કાર છે.


ક્વિડ અત્યારે પોતાના સેગમેન્ટની પહેલી એવી કાર છે જેમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કાર એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવાં ફીચર્સને પણ સપોર્ટ કરે છે. સેફ્ટી માટે તેમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD, ડ્રાઇવર એન્ડ પેસેન્જર સાઇડ એરબેગ્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ અલર્ટ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.


રેનો ક્વિડ 800cc અને 1.0 લિટર એન્જિનમાં ઉપલબ્ધ છે. ઓટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)ના જણાવ્યા અનુસાર, 0.8 લિટર એન્જિન વેરિયન્ટ 25.17 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે. જ્યારે 1.0 લિટર એન્જિનનાં મેન્યુઅલ વેરિયન્ટમાં 24.04 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ મળે છે. 1.0 લિટર એન્જિનનું ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) વેરિયન્ટ 23.01 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે. ક્વિડની ટક્કર ઓલ્ટો, રેડીગો અને ટિયાગો વગેરે ગાડીઓ સાથે થશે. રેનો ક્વિડની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 2.76 લાખ રૂપિયા છે, જે ટોપ એન્ડ મોડલ પર 4.75 લાખ રૂપિયા સુધી જાય છે. કંપની આ કાર પર 4 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની વોરંટી આપી રહી છે.

X
Renault kwid became the best selling car, the company sold more than 3 million cars
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી