તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેનોએ ડ્રાઇવરલેસ કાર રજૂ કરી, કારનું નામ રાખ્યું ‘Symbioz’

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દિલ્હીમાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં અનેક કંપનીઓએ તેની ફ્યચરિસ્ટિક કાર્સ રજૂ કરી છે, જેમાં ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની રેનોએ પણ તેનો ઇલેક્ટ્રિક ઓટોનોમસ કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ કોન્સેપ્ટ કારનું નામ ‘Symbioz’ રાખવામાં આવ્યું છે, જેને સૌપ્રથમ વર્ષ 2017માં ફ્રેંકફર્ટ મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી.


રેનો ‘Symbioz’ ઇલેક્ટ્રિક ઓટોનોમસ કોન્સેપ્ટ કાર છે એટલે કે, તે ડ્રાઇવર વગર ચાલે છે. આ કારમાં ડ્રાઇવર આરામથી બેસીને તેની રાઇડનો આનંદ ઉઠાવી શકે છે. રેનોનું આ ‘Symbioz’ કોન્સેપ્ટ મોડેલ રિઅર વ્હીલ કન્ફિગરેશનથી સજ્જ છે, જેમાં બે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોટર્સને રિઅર XLમાં પ્લેસ કરવામાં આવી છે.


‘Symbioz’ના આ કોન્સેપ્ટ મોડેલમાં મલ્ટિ સેન્સ સાથે 3.0 સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડ્રાઇવરને તેનો મનપસંદ ડ્રાઇવિંગ મોડ સિલેક્ટ કરવામાં મદદ કરે છે. રજૂ કરવામાં આવેલી ‘Symbioz’માં ત્રણ ડ્રાઇવિંગ મોડ ક્લાસિક, ડાયનામિક અને AD આપવામાં આવ્યા છે, જેમાં તેનો ક્લાસિક મોડ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યો છે. એટલે કે, આ કારમાં બેઠેલી વ્યક્તિ તેનાં ઘર જેવું કમ્ફર્ટ ફીલ કરી શકે છે. આ સાથે જ તેના ડાયનેમિક મોડમાં જવા માટે ફક્ત રેનોના એક લોગોને પુશ કરવાનો રહે છે, જેસ્ટિયરિંગ વ્હીલના મિડમાં આપવામાં આવ્યો છે.


ડાયનેમિક મોડમાં યુઝર એન્જિન રિસ્પોન્સ, સ્ટિયરિંગ સેટિંગ અને ડ્રાઇવિંગ સ્ટાઇલ ચેક કરી શકે છે. આ ઉપરાંત, કારમાં મળતા AD મોડમાં સ્ટિયરિંગ વ્હીલ અને ડેશબોર્ડને 12cm સુધી પાછળ ખસેડી શકાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો