તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

MGની 2 સીટર E200 માઇક્રો ઇલેક્ટ્રિક કાર રજૂ થઈ, ટ્રાફિકમાં ઉપયોગી સાબિત થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુલ ચાર્જ થયા બાદ આ કાર 210 કિમી સુધી ચાલશે
  • સામાન મૂકવા માટે 11 જગ્યાએ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે

ઓટો ડેસ્કઃ ઓટો એક્સપો 2020માં લક્ઝરી કાર્સ, પાવરફુલ SUV અને શાનદાર ઇલેક્ટ્રિક કાર્સ લોકોને અટ્રેક્ટ કરી રહી છે. બીજીબાજુ, કેટલીક એવી પણ યૂનિક કાર્સ શોમાં આવી છે જેની પરથી નજર હટાવવી લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. આવી જ એક કાર MG મોટર્સના પેવેલિયનમાં છે. MG E200 નામની આ ઇલેક્ટ્રિક કાર ટ્રાફિકમાં બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માઇક્રો ઇલેક્ટ્રિક કાર છે, જેમાં ફક્ત બે લોકો બેસી શકે છે.


MG E200ની લંબાઈ 2497 mm, પહોળાઈ 1526 mm અને ઊંચાઈ 1616 mm છે. આ નાની ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ માઇક્રો કાર 210 કિમી સુધી ચાલશે. આ કારની ટોપ સ્પીડ કલાક દીઠ 100 કિમી છે.

લુક
ઓછી લંબાઈ અને વધુ ઊંચાઈના કારણે આ કાર અન્ય કાર્સ કરતાં અલગ દેખાય છે. તેના ફ્રંટમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે સ્પ્લિટ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. ફ્રંટ બંપર પર આપવામાં આવેલા સિલ્વર ઇન્સર્ટ્સ તેના લુકને સ્ટાઇલિશ બનાવે છે. આ માઇક્રો ઇલેક્ટ્રિક કારના રિઅરમાં સ્લિમ LED ટેલલેમ્પ છે.

ઇન્ટિરિયર
કારની અંદર સામાન્ય ડેશબોર્ડ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 2 સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. સામાન મૂકવા માટે કારમાં 11 જગ્યાએ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે, જેમાં એક સ્પેસ પેસેન્જર સીટ નીચે પણ છે.

ફીચર્સ
આ નાની કારમાં એસી અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેમાં ચાર્જિંગ અને પાર્કિંગ નેવિગેશન, પાવર સપ્લાય, વ્હીકલ ઇન્સ્પેક્શન, 7 ઇંચની ટચસ્ક્રીન ડિસપ્લે, ABS, EBD અને એરબેગ્સ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

લોન્ચિંગ ડિટેલ્સ
આ માઇક્રો કાર અત્યારે તો ભારતમાં લોન્ચ થાય એવી કોઈ શક્યતા નથી. પરંતુ સરકાર જે રીતે આપણા દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે તેને જોતાં આ કાર થોડા સમય બાદ ભારતમાં લોન્ચ થઈ શકે છે. જો આ કારને ઇન્ડિયન માર્કેટમાં ઉતારવામાં આવી તો તેની ટક્કર પેટ્રોલ એન્જિનવાળી બજાજ ક્યૂટ ક્વોડ્રિસાઈકલ સાથે થશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો