તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મારુતિની S-Crossનું પેટ્રોલ વેરિઅન્ટ શોકેસ થયું, અંદાજિત કિંમત ₹8 લાખથી ₹12 લાખ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ ઓટો એક્સપો 2020માં તેની એકથી એક ચઢિયાતી પ્રોડક્ટ્સ શોકેસ કરી છે, જેમાં કેટલીક ગાડીઓના ફેસલિફ્ટ વર્ઝન તો કેટલીક ગાડીઓના કોન્સેપ્ટ વર્ઝન સામેલ રહ્યા છે. આ દરમિયાન કંપનીએ તાજેતરમાં તેની ન્યૂ કાર S-Crossનું પેટ્રોલ વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે, જેને ફેબ્રુઆરીના અંત સુધીમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે.


કરન્ટ મોડેલમાં મારુતિ S-Crossમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન નાખવામાં આવ્યું છે, જે 90PS પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ કારમાં 1.6 લિટર ડિઝલ એન્જિનનો ઓપ્શન પણ આપવામાં આવે છે, જે 120PS પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. 1.6 ડીઝલ એન્જિનની માગ ઘટી ગઈ હોવાને કારણે કંપનીએ આ મોડેલનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. તેમજ, આ બંને ડીઝલ એન્જિન ફક્ત BS-4 એમિશન નોર્મ્સ અનુરૂપ હતું. જેને BS-6 એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.


BS-6 મારુતિ S-Crossમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 105PS પાવર અને 138NM ટોર્ક જનરેટ કરશે. આ જ એન્જિનનો પ્રયોગ કંપનીએ બ્રેઝાના પેટ્રોલ વેરિઅન્ટમાં પણ કર્યો છે. જો કે, આ પેટ્રોલ એન્જિનમાં મળતા પાવર અને ટોર્કના આંકડા S-Crossના 1.6 લિટર ડીઝલ એન્જિનની સરખામણીએ ખાસ વધારે નથી. તેમજ, રિપોર્ટ મુજબ, નવાં પેટ્રોલ વેરિઅન્ટની કિંમત કરન્ટ મોડેલ કરતાં ઓછી હશે.


કંપનીએ નવી S-Crossના એક્સિટરિયરમાં કોઈ ખાસ ફેરફાર કર્યો નથી. નિષ્ણાતોના મતે, આ નવી કાર કંપની 8 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા વચ્ચે લોન્ચ કરી શકે એવી શક્યતા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો