તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મારુતિ સુઝુકીની જિમ્ની સિએરા ભારતમાં રજૂ, દેખાવમાં મર્સિડીઝ G-Class જેવી લાગે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મારૂતિ સુઝુકી જિમ્ની સિએરા SUVને ઓટો એક્સ્પો 2020માં રજૂ કરી હતી. ગ્લોબલ માર્કેટમાં આ કાર જીમ્ની બે વેરિઅન્ટ્સ Jimny અને Jimny Sierraમાં અવેલેબલ છે. કારના જિમ્ની સિએરા વેરિઅન્ટમાં  1.5L K15B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ સિયાઝમાં પણ થાય છે. આ મોટર 100bhp પાવર અને 130Nm ટોર્ક જનરેટ કરી શકે છે.


સુઝુકી જિમ્ની સિએરા કોન્સેપ્ટ કંપનીના ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ કંપનીની મીની SUVનું વાઇડ બોડી વર્ઝન છે. પીકઅપ કોન્સેપ્ટમાં રેટ્રો-સ્ટાઇલની વુડન સાઇડ બોડી પેનલ અને હની કોમ્બ સ્ટાઇલમાં ગ્રિલ આપવામાં આવી છે. LED સ્પોટ લાઇટ્સ, સિલ્વર સ્કીડ પ્લેટ્સ, બ્લેક લોઅર બોડી ક્લેન્ડિંગ, વ્હાઇટ ફિનિશ્ડ રૂફ, સ્ટીલ વ્હીલ્સ અને ઓફ રોડ ટાયર જિમ્ની કોન્સેપ્ટના લુકને વધારે આકર્ષક બનાવે છે. તેમાં ઇન્ટરનેશનલ માર્કેટવાળી SUVનું 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

ફીચર્સ
જાપાનમાં અવેલેબલ ફોર્થ જનરેશન સુઝુકી જિમ્ની ખૂબ અટ્રેક્ટિવ અને પાવરફુલ દેખાય છે. આ લેડર ફ્રેમ ચેસિસ પર બેઝ્ડ 4 વ્હીલ ડ્રાઇવ SUV છે. સુઝુીક જિમ્ની ઓફ-રોડ SUV છે, જેના કારણે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધુ છે. તેમાં આપવામાં આવેલ રાઉન્ડ હેડલેમ્પ અને ફોગ લેમ્પ્સ SUVના લુકને શાનદાર બનાવે છે. જિમ્નીમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ડ્યુઅલ સેન્સર બ્રેક સપોર્ટ વગેરે જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે.

મર્સિડીઝ G-Class જેવો લુક
સુઝુકી જિમ્ની દેખાવમાં મર્સિડીઝ G-Class જેવી લાગે છે. આ SUVમાં રાઉન્ડ શેપ્ડ હેડલેમ્પ સાથે ફ્લેટ રૂફ આ કારને રેટ્રો લુક આપે છે. કારની લંબાઈ 3395mm છે. કારનું વ્હીલબેઝ 2250mm છે. તેમજ, કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205mm છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો