તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IITના વિદ્યાર્થીઓએ F1 કાર અને હબલેસ વ્હીલવાળી ઇલેક્ટ્રિક બાઇક બનાવી, બાઇકની રેન્જ 105 કિમી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

નરેન્દ્ર જિઝોતિયાઃ ઓટો એક્સપો 2020ના હોલ નંબર 12માં કેટલાક નાના-નાના સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં આવી જ સ્ટોલની એક આખી ગેલેરી છે. ખાસ વાત એ છે કે, આ ગેલેરીની બંને બાજુ દેશની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)નો સ્ટોલ છે. તેમાં IIT બોમ્બે, IIT દિલ્હી, DIT યુનિવર્સિટી, નેશનલ યુનિવર્સિટી ઓફ ડિઝાઇન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, શારદા યુનિવર્સિટી સાથે ઘણી અન્ય યુનિવર્સિટી સામેલ છે. આ યુનિવર્સિટીના ઓટો એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ જે મોડેલ તૈયાર કર્યાં છે, તે તમારું ધ્યાન ખેંચી શકે છે. અમે આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ
આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક ફોર્મ્યુલા વન રેસિંગ કાર ડિઝાઇન કરી છે. તેનું નામ SAE Ject છે. આ એક ઇન્ટરનલ કમ્બશન કાર છે. આ પ્રોજેક્ટને મોહમ્મદ તાશીફ, શારીફ અનવર, કામરાન શાકિર, અરકમ આસિફ સિદ્દીકી, મોહમ્મદ તાજિમ ખાન, રેહાન, મોહમ્મદ કુરાન શમશી સહિત 21 વિદ્યાર્થીઓની ટીમે એક વર્ષની મહેનત પછી તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટની સહાયથી આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ પ્રોજેક્ટના તમામ પાર્ટ્સને વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વાહનમાં વપરાયેલી ટ્યુબને પણ વિદ્યાર્થીઓ બેન્ડ કરી છે. આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કોઇમ્બતુરના ફોર્મ્યુલા વનમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં 70થી વધુ ટીમો સામેલ હતી. પરંતુ માત્ર 6 ટીમો જ ફાઇનલ રેસ પૂરી કરી શકી. તેમાં એક ટીમ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ હતી. આ પ્રોજેક્ટમાં ફર્સ્ટથી ફાઇનલ યર સુધીના સ્ટુડન્ટ્સ સામેલ છે.

શારદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે પ્રોજેક્ટ
આ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ રોહિત અને સોમેન્દુ આઇસીઇ એન્જિનવાળી બાઇકને ઇલેક્ટ્રિક મોટરમાં કન્વર્ટ કરી છે. તેની પાછળ મોટું કારણ પર્યાવરણ સ્વચ્છ કરવાનું છે. આ બાઇકમાં 60 વોલ્ટની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેટરીમાં સિલેન્ડરિકલ સેલ લગાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ બેટરીમાં કોઈ પ્રકારનો વિસ્ફોટ થવાની સંભાવના નથી. બાઇકમાં લો, હાઈ અને અલ્ટ્રા હાઈના ત્રણ રાઇડિંગ મોડ પણ આપવામાં આવ્યા છે. લો મોડમાં તેને કલાક દીઠ 45 કિમીની ઝડપથી 90 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની ખાસ વાત એ છે કે, તેમાં કોઇપણ ચેન લગાવવામાં નથી આવી. વ્હીલની અંદર મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એક અન્ય બાઇક HB તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની બાઇક હોલિવૂડ ફિલ્મોમાં જ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, આ ઇલેક્ટ્રિક બાઇકમાં હબલેસ વ્હીલ આપવામાં આવ્યું છે. એટલે કે, તેનું બેક એલોય ખોખલું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આ બાઇકમાં તેમણે મૂમેન્ટ ઓફ ઇનેશિયાનો ઉપયોગ કર્યો છે. તેમાં 72 વોલ્ટ પાવર બેટરી છે. એન્જિનના કૂલિંગ માટે તેમાં ફેન પણ લગાવવામાં આવ્યો છે. તેની સાથે હાઈ સ્પીડ ચાર્જર પણ ણળશે, જે 3 કલાકમાં તેને ચાર્જ કરી દેશે. બાઇકની રેન્જ 105 કિમી સુધી છે. તેમાં રિવર્સ ગિયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો