ઓટો એક્સપો 2020 / મેમાં હીરોની 3 નવી ઇ-બાઇક્સ લોન્ચ થશે, 30 સેકંડમાં ફોલ્ડ થઈ જશે

Divyabhaskar.com

Feb 10, 2020, 03:11 PM IST

નરેન્દ્ર જિઝોતિયાઃ આ વખતે ઓટો એક્સપોમાં લોન્ચ અને રજૂ થનારા 90% વ્હીકલ્સ ઇલેક્ટ્રિક છે. જેમાં સ્કૂટર, બાઇક, કાર, બસ, ટ્રક લગભગ તમામ વ્હીકલ્સ સામેલ છે. હીરોએ પણ ઇવેન્ટમાં તેની ત્રણ નવી ઇલેક્ટ્રિક સાઇકલ રજૂ કરી છે. તેનું પ્રોટોટાઇપ નામ ઇઝી સ્ટેપ, સ્ટ્રેપહેન્ગર અને ઇસેન્ટિયા કનેક્ટ છે. આ તમામ ઇ-બાઇક્સને ત્રણ મહિના પછી એટલે કે મેમાં લોન્ચ કરવામાં આવશે. એ સમયે આ બાઇક્સની કિંમત પણ જાહેર કરાશે.

પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેને ફાયદોઃ મુંજાલ
આ ઇ-બાઇક વિશે વાત કરતા આદિત્ય મુંજલ (ડિરેક્ટર, ઇલેક્ટ્રા)એ જણાવ્યું કે, અમે એવી પ્રોડક્ટ માર્કેટમાં લાવ્યા છીએ જે પર્યાવરણને સ્વચ્છ રાખશે. આ સાથે જ તેને ચલાવનારા રાઇડર્સની ફિટનેસ પણ સારી રહેશે. તેનો સમય અને પૈસા પણ બચશે. ખાસ વાત એ છે કે, ઇ-બાઇક 30 સેકંડમાં ફોલ્ડ કરી શકાય છે. તેને ફોલ્ડ કરીને બસ અથવા ટ્રેનમાં પણ લઈ જઈ શકાય છે.

ઇઝી સ્ટેપઃ આ ફોલ્ડેબલ ઇ-બાઇક છે, જે 7-સ્પીડ ગિયર સાથે આવે છે. એટલે કે, આ રસ્તાની કન્ડિશન અનુસાર આ ગિયર્સનો ઉપયોગ કરી શકાય છે. આ સાઇકલમાં એક્સિલેટર આપવામાં આવ્યું છે. જેના કારણે પેડલ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી. તેમજ, તેને પેડલ્સ અને બેટરી બંને દ્વારા ચલાવી શકાય છે, ત્યારે તેની રેન્જ વધી જાય છે. જો કોઈ સ્થિતિમાં બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો તેને પેડલની મદદથી પણ ચલાવી શકાય છે. આ ફીચર ત્રણ ઇ-બાઇક્સમાં મળશે.

સ્ટ્રેપહેન્ગરઃ તેમાં બેટરી અને પેડલિંગ બંને ફીચર્સ આપવામાં આવ્યાં છે. એટલે કે, રાઇડિંગ દરમિયાન બાઇકની બેટરીનો જરૂર મુજબ જ ઉપયોગ કરી શકાય છે. જ્યાં જરૂર ન હોય ત્યાં પેન્ડલથી કામ ચલાવી શકાય છે. તેને મોબાઇલ એપથી કનેક્ટ કરીને તેની રેન્જ, બેટરી કેપેસિટી, કેલરી બર્ન સાથે અન્ય બીજી જાણકારી પણ જોઈ શકાશે.

ઇસેન્ટિયા કનેક્ટઃ તેમાં ઇ-બાઇકમાં રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે, જેને ઘરમાં સરળતાથી ચાર્જ કરી શકાય છે. ફુલ ચાર્જ થયા બાદ આ સાઇકલથી 50 કિમી સુધીનું અંતર કાપી શકાય છે. આ સાઇકલની ટોપ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે. આ સાઇકલને મોબાઇલ એપથી કનેક્ટ કરીને તેની રેન્જ, બેટરી કેપેસિટી, કેલરી બર્ન સાથે અન્ય બીજી જાણકારી પણ જોઈ શકાશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી