• Hero introduces the country's first three wheeled scooter

ઓટો એક્સપો 2020 / હીરોએ દેશનું પહેલું ત્રણ પૈડાંવાળું સ્કૂટર રજૂ કર્યું, ફુલ ચાર્જિંગ બાદ 100 કિમી સુધી ચાલશે

Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter

  • કિંમત 1.52 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા 
  • બેટરીને ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગશે
  • ટોપ સ્પીડ કલાક દીઠ 80 કિમી 

Divyabhaskar.com

Feb 12, 2020, 04:46 PM IST

ઓટો ડેસ્કઃ ઓટો એક્સપો 2020માં ઓટોમોબાઇલ કંપનીઓનું ફોકસ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર વધારે રહ્યું છે. તેમજ, ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર બનાવનારી કંપની હીરો ઇલેક્ટ્રિકે પણ આ મોટર શોમાં દેશનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક ટ્રાઇક (થ્રી વ્હીલ સ્કૂટર) રજૂ કર્યું છે. Hero Electric AE-3 નામના આ ઇલેક્ટ્રિક ટ્રાઇકમાં અનેક લેટેસ્ટ ફીચર્સ અને સારું પર્ફોર્મન્સ મળશે.

પાવર અને રેન્જ
હીરો ઇલેક્ટ્રિક AE-3 ટ્રાઇકમાં 3.0kW મોટર અને 48V/2.4kWh લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. આ બેટરીને ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગશે. કંપનીનો દાવો છે કે, ફુલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક ટ્રાઇક 100 કિમી સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 80 કિમી છે.

મોડર્ન ફીચર્સ
ઇન્ટરનેશનલ માર્કેટમાં અવેલેબલ અન્ય મોડર્ન ટ્રાઇકની જેમ હીરો ઇલેક્ટ્રિકનું આ ટ્રાઇક પણ સેલ્ફ સ્ટેન્ડિંગ સ્ટેબિલિટી ફીચરથી સજ્જ છે. આ ટ્રાઇકમાં એક ઓટો બેલેન્સ પાર્ક સ્વિચ આપવામાં આવી છે, જેનાથી પાર્કિંગ દરમિયાન આ જાતે જ બેલેન્સ બનાવી લે છે. આ થ્રી વ્હીલર સ્કૂટરમાં રિવર્સ આસિસ્ટ પણ છે, જે બહુ ઉપયોગી હશે કારણ કે, તેનું વજન 140 કિલો છે.
હીરો ઇલેક્ટ્રિકના આ ટ્રાઇકમાં ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યું છે, જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, GPS, રિયલ ટાઇમ ટ્રેકિંગ અને જિઓ ફેન્સિંગ વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટ્રાઇકમાં મોબાઇલ ચાર્જર અને વોક આસિસ્ટ જેવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં ફ્રંટમાં બે ડિસ્ક અને રિઅરમાં સિંગલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

કિંમત
થ્રી વ્હીલર સેટઅપ, સારું પર્ફોર્મન્સ અને લેટેસ્ટ ફીચર્સના કારણે આ સ્કૂટર થોડું મોંઘું હશે. હીરો ઇલેક્ટ્રિક ટ્રાઇકની કિંમત 1.52 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.

X
Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter
Hero introduces the country's first three-wheeled scooter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી