તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

GWMએ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 રજૂ કરી, કિંમત 6.15 લાખ રૂપિયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુલ ચાર્જ બાદ 351 કિમીનું અંતર કાપી શકશે
  • કારની ટોપ સ્પીડ કલાક દીઠ 100 કિમી છે

ઓટો ડેસ્કઃ ચીનની ઓટોમોબાઇલ કંપની ગ્રેટ વોલ મોટર્સે ઓટો એક્સપો 2020 સાથે ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું છે. કંપનીએ ઇવેન્ટના પહેલા દિવસે મિડ સાઇઝ એસયુવીથી લઇને કોન્સેપ્ટ કાર સુધી એકસાથે અનેક મોડેલ્સ રજૂ કર્યાં છે. આ સિવાય, ગ્રેટ વોલ મોટર્સે એક ઇલેક્ટ્રિક કાર Ora R1 પણ રજૂ કરી છે, જે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.
 

કિંમત
ચીનમાં આ કારની પ્રારંભિક કિંમત 59,800 યુઆન એટલે કે આશરે 6.10 લાખ રૂપિયા હતી. ચીનના માર્કેટમાં તેની કિંમતને જોતા ભારતમાં Ora R1ની કિંમત આશરે 6.15 લાખ રૂપિયા થઈ જાય છે. આટલું જ નહીં, આ કારની ખાસ વાત એ પણ છે કે એકવાર આ કાર ફુલ ચાર્જ કર્યા બાદ તે 351 કિમીનું અંતર કાપી શકે છે.
 

ફીચર્સ
આ એક ફોર ડોર કોમ્પેક્ટ હેચબેક ઇલેક્ટ્રિક કાર છે. તેને ગયા વર્ષે ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. કારમાં 33kWhની લિથિયમ આયન બેટરી અને 33kWની ઇલેક્ટ્રિક મોટર મળે છે. કારની ટોપ સ્પીડ કલાક દીઠ 100 કિમી છે. કારનો લુક તમને Honda eની યાદ અપાવશે. આ પણ એક નાની ઇલેક્ટ્રિક કાર છે.


કારમાં 9.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા સાથે આવે છે. આ કાર કંપનીના ME પ્યોર ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર કામ કરે છે. Oraનો અર્થ થાય છે ઓપન, રિલાયેબલ એન્ડ ઓલ્ટર્નેટિવ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો