તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગ્રેટ વોલ મોટર્સની ઇલેક્ટ્રિક કાર R1 ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે, ચીનમાં કિંમત ₹8 લાખ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેની કેબિનની સેન્ટરમાં રાઉન્ડ શેપ નોબ છે, જેનાથી તેના મોડ ચેન્જ થાય છે
  • સિંગલ ચાર્જિંગમાં આ 350 કિમી સુધી ચાલશે, 10 કલાકમાં ફુલ ચાર્જ થશે

ઓટો ડેસ્કઃ ચીનની કંપની ગ્રેટ વોલ મોટર્સે ઓટો એક્સપો 2020માં ઇલેક્ટ્રિક કાર GWM R1 કાર રજૂ કરી. કંપની આવતા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ કાર તેના કોમ્પેક્ટ લુક અને કલર કોમ્બિનેશનના કારણે ચર્ચામાં છે. આ સિંગલ ચાર્જમાં 250 કિમી સુધીનું અંતર કાપી શકે છે. સ્ટાન્ડર્ડ ચાર્જરથી તેને ઘરે પણ ચાર્જ કરી શકાશે. સ્ટાન્ડર્ડ ચાર્જરથી તેને ફુલ ચાર્જ થવામાં 10 કલાક સુધીનો સમય લાગે છે. અત્યારે શોમાં કંપનીએ કારનું ઇન્ટરનેશનલ મોડેલ રજૂ કર્યું, જેમાં લેફ્ટ સાઇડ ડ્રાઇવિંગ સ્ટાઇલ આપવામાં આવી હતી. અત્યારે કંપનીએ આ કારની લોન્ચિંગ ડેટ્સ અને કિંમત વિશે જાહેરાત નથી કરી. ચીનમાં તેની કિંમત આશરે 8 લાખ રૂપિયા છે. ભારતમાં પણ આ કારની કિંમત આટલી જ હશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
 

GWM R1નું ડ્યુઅલ કલર કોમ્બિનેશન તેને ફંકી લુક આપે છે

  • કાર દેખાવમાં એકદમ સિમ્પલ અને ક્લાસિક લાગે છે. આ કંપનીની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર હોઈ શકે છે. કંપનીએ તેને ડ્યુઅલ કલર કોમ્બિનેશન આપ્યું છે, જે ફંકી લાગે છે.
  • તેમાં રાઉન્ડ શેપ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જેની એકદમ વચ્ચે ચાર્જિંગ પોર્ટ મળશે, જેમાં સ્ટાન્ડર્ડ અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. કારનું ઇન્ટિરિયર બેઝિક અને નીટ એન્ડ ક્લીન છે. તેમાં બહુ ઓછા બટન જોવા મળે છે.
  • સ્ટિયરિંગ વ્હીલ ઓલ્ડ સ્કૂલ ડિઝાઇનનું છે, જેની પર કેટલાક કન્ટ્રોલ્સ મળી જાય છે. કારની સીટ્સ એકદમ પ્રીમિયમ ફીલ આપે છે. આશા છે કે આ કારનાં ઇન્ડિયન વર્ઝનમાં પણ આ પ્રકારના જ એલિમેન્ટ્સ જોવા મળશે.
  • કારમાં ગિયર લીવરની જગ્યાએ રાઉન્ડ શેપ નોબ આપવામાં આવ્યું છે. જેના કારણે તેને ન્યુટ્રલ, રિવર્સ અને ડ્રાઇવ મોડમાં લાવી શકાશે. તેમાં 33kWh કેપેસિટીની લિથિયમ આયન બેટરી મળશે, જેમાં 35kW પીક પાવર અને 125Nm ટોર્ક મળે છે. આ કારની ટોપ સ્પીડ કલાક દીઠ 102 કિમી છે.
  • સ્ટાન્ડર્ડ ચાર્જરથી બેટરી ચાર્જ થવામાં 10 કલાક અને ફાસ્ટ ચાર્જરથી તેને 80% ચાર્જ થવામાં 40 મિનિટનો સમય લાગે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો