તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મોટાં ટાયર્સ અને પાવરફુલ એન્જિન સાથે ફોર્સ ગુરખાનું કસ્ટમાઇઝેશન વર્ઝન રજૂ થયું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ફોર્સ મોટર્સે ઓટો એક્સપો 2020માં BS-6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે અપડેટેડ ગુરખા કારને રજૂ કરી. આ કારની ટક્કર મહિન્દ્રા થાર સાથે રહે છે. આ ઉપરાંત, કંપનીએ ફોર્સ ગુરખાનું મોડિફાઇડ વર્ઝન પણ જોવા મળ્યું. આ મોટાં ટાયર્સ, મોટું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને બહુ ઊંચી કાર છે. મિલિટરી ગ્રીન શેડવાળી આ કારમાં ઓફ રોડિંગ એક્સેસરીઝ આપવામાં આવી હતી, જે કારને ટફ લુક આપે છે.
 

લુક
ફ્રંટમાં કસ્ટમાઇઝ્ડ ફોર્સ ગુરખામાં મોટું બુલ ગાર્ડ આપવામાં આવ્યું છે. હેડલેમ્પ, ફોગ લેમ્પ્સ અને ગ્રિલની ચારેબાજુ બ્લેક ક્લેન્ડિંગ મળે છે. કારમાં રેડ કલરની હેડલાઇટવાળા 17 ઇંચના વ્હીલ્સ મળે છે, જે કારને હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે. તેની વિન્ડશિલ્ડ અને વિન્ડોઝની ચારેબાજુ મેટલ લગાવવામાં આવ્યું છે, જે વધારે સુરક્ષા માટે છે. તેમાં આપવામાં આવેલા હેવી ડ્યુટી વિન્ચ અને સ્નોર્કલ કારના ઓફ-રોડ લુકને વધુ નિખારી દે છે. કારના રૂફ પર ચાર એક્સ્ટ્રા લાઇટ્સ પણ આપવામાં આવી છે. તેમાં રૂફ રેલ્સ અને પાછળની બાજુ હૂક આપવામાં આવ્યું છે.
 

એન્જિન
કારને પાવર આપવા માટે 2.6 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 90 bhp પાવર અને 200Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. આ 4 વ્હીલ ડ્રાઇવ કાર છે. એટલે કે, કારના ચારેય વ્હીલ્સને પાવર મળે છે. કારમાં LED DRL સાથે ગોળાકાર પ્રોજેક્ટર હેડલેમ્પ મળે છે. આ કસ્ટમાઇઝ ગુરખાનું કંપની પ્રોડક્શન નહીં કરે. આ ફક્ત ડિસ્પ્લે સાથે બનાવવામાં આવેલું મોડેલ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો