• Evolet introduced electric sports bike Hawk

ઓટો એક્સપો 2020 / ઇ-વોલેટે ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક Hawk રજૂ કરી, 3થી 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે

Evolet introduced electric sports bike Hawk
Evolet introduced electric sports bike Hawk

Divyabhaskar.com

Feb 12, 2020, 03:19 PM IST

ઓટો ડેસ્કઃ ઓટો એક્સપો 2020માં સ્ટાર્ટઅપ કંપની Rissala ઇલેક્ટ્રિક મોટર્સે Evolet Hawk ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક રજૂ કરી છે. આ કંપનીની ફર્સ્ટ ફુલ ફેયર્ડ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક છે. તેને આવાનારા 2-3 મહિનામાં લોન્ચ કરવાની અપેક્ષા છે. માર્કેટમાં આ બાઇકની ટક્કર Revolt RV400 અને હીરો ઇલેક્ટ્રિકની અપકમિંગ AE-47 જેની ઇલેક્ટ્રિક બાઇક્સ સાથે થશે.

ઇ-વોલેટે Hawk ઇલેક્ટ્રિક બાઇકમાં 72Vની 40 Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. ફાસ્ટર ચાર્જરથી તેને 3થી 4 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક એકવાર ફુલ ચાર્જ થયા બાદ 100 કિમી સુધી ચાલશે. તેમજ, તેની ટોપ સ્પીડ કલાક દીઠ 120 કિમી છે.

લુક
આ ઇલેક્ટ્રિક બાઇકનો લુક એકદમ શાર્પ છે. ફેરિંગ અને ક્લિપ ઓન હેન્ડલબાર તેને સ્પોર્ટી બનાવે છે. ઇ-વોલેટ Hawkમાં સ્પ્લિટ સીટ્સ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રંટમાં ટ્વીન ડિસ્ક અને રિઅરમાં સિંગલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ટ્યુબલલેસ ટાયરવાળી આ બાઇકના બંને વ્હીલ્સ 17 ઇંચના છે.

ફીચર્સ
આ ઇલેક્ટ્રિક બાઇક ઇ-વોલેટ મોબાઇલ એપ પણ સપોર્ટ કરશે, જેમાં અનેક ફીચર્સ મળશે. બાઇકમાં સર્વિસ રિમાઇન્ડર, સર્વિસ અપોઇન્ટમેન્ટ, ઓવર-ધ-એર અપડેટ્સ અને સિક્યોરિટી માટે જિઓ ફેસિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

X
Evolet introduced electric sports bike Hawk
Evolet introduced electric sports bike Hawk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી