તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પુણેની ઈવર્વે લક્ઝરી સ્કૂટર રજૂ કર્યું, બૂસ્ટ બટન ઓવરટેક કરવામાં કામ આવશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાસ્ટ ચાર્જરથી 1 કલાકમાં ફુલ ચાર્જ થશે, ટોપ સ્પીડ કલાક દીઠ 110 કિમી હશે
  • તેના અપગ્રેડ વેરિઅન્ટમાં NFC અને બ્લુટૂથ કનેક્ટિવિટીવાળું ડિજિટલ કંસોલ મળશે

નરેન્દ્ર જિઝોતિયાઃ ઓટો એક્સપો 2020ના હોલ નંબર 12માં પુણેની કંપની ઈવર્વ (Everve) પણ આવી છે. આ વ્હીકલ મોડિફિકેશન કંપની છએ. પરંતુ હવે કંપની પોતાના પ્રોડક્ટ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં એન્ટ્રી કરી રહી છે. તેણે તેનું પહેલું પ્રોટોટાઇપ મોડેલ EF1 રજૂ કર્યું છે. લક્ઝરી લુક ધરાવતા આ સ્કૂટરને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. એ જ સમયે તેની કિંમત પણ સામે આવશે. ઈવર્વના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીનિવાસે આ સ્કૂટર વિશે અનેક જાણકારી શેર કરી છે.
 

100 કિમીની રેન્જ
આ સ્કૂટરમાં બે રિમૂવેબલ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને બેટરી કાઢીને અલગથી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જરથી બેટરી આશરે એક કલાકમાં અને રેગ્યુલર ચાર્જરથી આ 5 કલાકમાં ચાર્જ થઈ જાય છે. ફુલ ચાર્જ થયા બાદ તેની રેન્જ 100 કિમી છે. તેમજ, તેની સ્પીડ કલાક દીઠ 110 કિમી છે.
 

4 ડ્રાઇવિંગ મોડ મળશે
સ્કૂટરમાં 4 ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે. તેમાં M1, M2, ટર્બો બુસ્ટ અને S સામેલ છે. સિટીમાં ડ્રાઇવિંગ દરમિયાન M1 અને M2 મોડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ, હાઇવે પર ચલાવવા માટે S એટલે કે સ્પોર્ટ્સ મોડનો ઉપયોગ કરી શકાય છે. જો ગાડીને ઓવરટેક કરવી હોય તો તેના માટે ટર્બો બૂસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ગાડીની સ્પીડ વધી જાય છે.
 

કલર સ્ક્રીનવાળું કંસોલ
આ સ્કૂટરમાં કલર સ્ક્રીનવાળું કંસોલ આપવામાં આવ્યું છે, જેને એપ સાથે કનેક્ટ કરી શકાય છે. તેમાં બેટરી ચાર્જિંગ, સ્પીડ, ટ્રિપ મીટર, બૂસ્ટ લેવલ સાથે અનેક અન્ય ડિટેલ્સ પણ જોવા મળે છે. કંપની સ્કૂટરના નવાં વેરિઅન્ટમાં ડિજિટલ કંસોલ લગાવશે, જેમાં NFC અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે GPS નેવિગેશન પણ મળશે.
 

સ્કૂટર પર લોગોનો અનેક જગ્યાએ ઉપયોગ કર્યો
ઈવર્વે આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર કંપનીના લોગોનો અનેક જગ્યાએ ઉપયોગ કર્યો છે, જેમ કે, ફ્રંટમાં LED લાઇટને લોગોની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. તેની ચાવીમાં લોગોની ડિઝાઇન મળશે. તેના ફ્રંટમાં ગોળ આકારની હેવી LED લાઇટ્સ મળશે. તેમજ, બેક સાઇડમાં આયર્ન મેન જેવી ડિઝાઇનવાળી લાઇટ મળશે.
 

EF1ના અન્ય ફીચર્સ
આ સ્કૂટરમાં આગળ અને પાછળ 12 ઈંચના વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે બંને ટાયર્સમાં ડિસ્ક બ્રેક મળશે. સામેની બાજુ સ્પીકર અને એક બોટલ હોલ્ડર આપવામાં આવ્યું છે. સીટ નીચે બેટરી સાથે લગેજ સ્પેસ મળશે. પરંતુ ફ્રંટમાં કોઈ સ્પેસ આપવામાં નથી આવી. તેને 6 કલર્સમાં લોન્ચ કરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો