• Auto Show end with showcases 70 new models and over 6 lakh visitor figures

ઓટો એક્સપો 2020 / 6 લાખથી વધુ વિઝિટર્સના આંકડા સાથે ઓટો શોનું સમાપન, 70 નવાં મોડલ્સ શોકેસ થયાં

Auto Show end with showcases 70 new models and over 6 lakh visitor figures

Divyabhaskar.com

Feb 14, 2020, 12:09 PM IST

ઓટો ડેસ્કઃ એશિયાના સૌથી મોટો ઓટો શો ઓટો એક્સપો 2020નું આખરે સમાપન થયું. આઠ દિવસ સુધી ચાલેલા આ શોમાં કંપનીઓએ 70થી વધુ નવાં મોડેલ્સ રજૂ કર્યાં. આ ઓટો શો જોવા માટે કુલ 6.08 લાખ લોકો આવ્યા. ઓટો એક્સપોમાં આ વખતે 108 કંપનીઓએ 352 નવાં ફ્યુચર વ્હીકલ્સ શોકેસ કર્યાં. તેમાં 8 ઇન્ટરનેશનલ કંપનીઓ પણ રહી. આ એક્સપો દરમિયાન 70 નવી પ્રોડક્ટ્સ રજૂ થવાની સાથે તેમાંનાં કેટલાક મોડેલ્સનું લોન્ચિંગ પણ થયું.

આ એક્સપો શોમાં શો સ્ટોપર રહ્યા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ઓટો શો દરમિયાન 35 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ રજૂ કરવામાં આવ્યાં. તેમજ, 15 ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. આ વખતે ઓટો એક્સપોમાં અનેક નવી કંપનીઓએ પોતાની ભાગીદારી નોંધાવી. તેમાં ચીનની કંપનીઓ ગ્રેટ વોલ મોટર્સ અને હાઇમા ઓટોમોબાઇલ સહિત ઓલેક્ટ્રા પણ સામેલ રહી. જો કે, આ વખતે ઓટો એક્સપોમાં ટોયોટા, હોન્ડા, BMW, ઓડી અને ટૂ વ્હીલર કંપનીઓ હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને TVS મોટર્સ જેવી મોટી-મોટી કંપનીઓએ ભાગ ન લીધો.

બે વર્ષે એકવાર આયોજિત થતા આ ઓટો એક્સપો ઇન્ડિયા એક્સપો માર્ટમાં 6થી 12 ફેબ્રુઆરી સુધી યોજાયો હતો. ઇન્ટરેસ્ટિંગ વાત એ રહી કે ચીનની ગ્રેટ વોલ મોટર્સ કંપનીએ ઇન્ડિયન ઓટો માર્કેટમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની પણ જાહેરાત કરી.

X
Auto Show end with showcases 70 new models and over 6 lakh visitor figures

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી