• Auto Expo 2020; Prerana Chaturvedi, Evolte Company Managing Director Interview To Bhaskar

ઈન્ટરવ્યૂ / ઈવોલેટ કંપનીનાં એમડી બોલ્યાં, અમારી કમર્શિયલ ઈ-બાઈક ‘ધન્નો’એ ઈજ્જત બચાવી જ નહીં, કમાઈ પણ છે, ઈ-વ્હીકલથી લોકોની શંકા દૂર થશે

Divyabhaskar.com

Feb 10, 2020, 07:26 PM IST

ઓટો ડેસ્ક: ઓટો એક્સ્પો 2020માં ઘણા સ્ટાર્ટઅપ સામેલ થયા છે, તેમાં એક નામ ઈવોલેટ કંપનીનું પણ છે. આ કંપની ગયા વર્ષે જૂન મહિનામાં શરૂ થઈ હતી. આશરે 8 મહિનાના સફરમાં કંપનીએ માર્કેટમાં પોતાની અલગ ઓળખ બનાવી દીધી છે. આ ઓળખ પાછળનું કારણ છે તેનું લક્ઝરી પણ બજેટમાં આવે તેવું ઇલેક્ટ્રિક વ્હીકલ. ઈવોલેટ કંપની સ્કૂટર, બાઈક, ઓટો અને બસ સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવી રહી છે. ઈવોલેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રેરણા ચતુર્વેદી છે. તેમણે ભાસ્કર સાથેના ખાસ ઈન્ટરવ્યૂમાં કંપનીની સ્ટ્રેટજી, આવનારી પરીક્ષાઓ અને માર્કેટ શેર જેવા મુદ્દા પર વાત કરી.

પ્રશ્ન: મહિલા તરીકે ઈવોલેટ કંપનીને શરૂ કરતી વખતે તમારા મનમાં કેવો ડર હતો?
પ્રેરણા: પ્રોડક્ટ ચલાવવા માટે કોઈ પુરુષ કે મહિલાનું મહત્ત્વ રહેતું નથી. દેશની મહિલાઓ દરેક ફિલ્ડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી રહી છે. અમે હાલ એક સ્ટાર્ટઅપ છીએ, અમારી કંપની નાની છે. હાલ અમારા માટે મહત્ત્વનું એ છે કે, અમે ગ્રાહકો અને ડીલર્સ સાથે એક સંબંધ બનાવીને રાખીએ. બાકીની વસ્તુઓ તેની જાતે જ સરખી થઈ જશે.

પ્રશ્ન: હાલ તમારી કંપનીની કેટલી પ્રોડક્ટ આવી રહી છે?
પ્રેરણા: અમારી પાસે 37 પ્રોડક્ટનો પ્લાનિંગ છે. આ દરેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ અમે તેમાં બેસ્ટ પાર્ટ લઈને અમારા એન્ટ્રી લેવલ સેગ્મેન્ટમાં નાખ્યા છે. જેથી ગ્રાહકોને સારો અનુભવ મળી શકે. હાલ પૉની, પોલો અને ડર્બી અમારા એન્ટ્રી લેવલ સેગ્મેન્ટના ટુ- વ્હીકલ છે. અમે ગ્રાહકોને દરેક પ્રકારની રેન્જવાળા પ્રોડક્ટ આપ્યા છે. જે ગ્રાહકોને રોજ 15થી 20 કિલોમીટરનું કામ પડે છે, તેમની માટે અમે કિંમત ઓછી કરીને બેસ્ટ પ્રોડક્ટ આપી છે. અમે ધન્નો જેવી પ્રોડક્ટ લઈને પણ આવ્યા છે. ગ્રાહકોને ધન્નો ઇ-બાઇક ઘણી પસંદ આવી રહી છે.

પ્રશ્ન: ઈથર, અપ્રીલિયા અને હીરો જેવી કંપનીના ઈ-વ્હીકલને તમે કેટલી મોટી સ્પર્ધા માનો છો?
પ્રેરણા: ઘણી વખત એવું થાય છે કે, તમે જેને તમારો વિક પોઈન્ટ માનો છો, તે જ તમારી સૌથી મોટી તાકત છે. અમારી સાથે પણ આવું જ કંઈક થયું છે. અમને લાગતું હતું કે, અમારી પાસે સ્ટાર્ટઅપ છે, કોઈ અનુભવ નથી, પરંતુ અમારી પાસે દરેક વસ્તુ નવી છે, જે ઘણી સારી વાત છે. અમે કોઈ સ્પર્ધામાં પડવા માગતા નથી. અમે સાથે મળીને ચાલીએ છીએ ત્યારથી માર્કેટ શેરના કોઈ પ્રશ્નો પણ સામે આવ્યા નથી.

પ્રશ્ન: ઈ-વ્હીકલનું ચાર્જિંગ રસ્તામાં પૂરું થઈ જશે તો ગ્રાહક શું કરશે?
પ્રેરણા: આ પરિસ્થિતિમાં અમે એ જ કરશું, જે પેટ્રોલ વ્હીકલ સાથે કરીએ છીએ. ધારી લો કે તમારા સ્માર્ટફોનમાં બેટરી પૂરી થઈ ગઈ છે. ત્યારે આપણે કોઈ બીજાના ફોનથી ઈન્ફોર્મ કરીએ છીએ, અથવા તો કોઈ પાવરબેન્ક વાપરીએ છીએ. આ જ રીતે જો કોઈ વ્યક્તિના વ્હીકલમાંથી ચાર્જિંગ પૂરું થઈ જશે તો તેને પોતાની સાથે રાખેલી એક્સ્ટ્રા બેટરી કામમાં લાગશે. એપની મદદથી યુઝરે ગાડીની બેટરી કેપેસિટી અને રેન્જને હંમેશાં ધ્યાનમાં રાખવાનું રહેશે. જે રીતે હાલ આ ઈન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે તે જોતા વધારે સમસ્યા સામે આવશે તેવી લાગી રહ્યું છે, પણ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.

પ્રશ્ન: શું સ્ટાર્ટઅપની સફળતાને લઈને તમને ક્યારેય ડર લાગે છે?
પ્રેરણા: ગ્રાહકના મનમાં હંમેશાં એક સમસ્યા રહે છે કે માર્કેટ બદલાતું રહે છે. જે ટેક્નોલોજી આજે કામ કરી રહી છે, તે થોડા સમય પછી જૂની પણ થઈ શકે છે. જેમકે એલસીડી એક સમયે નવી હતી, જેનું સ્થાન હાલ એલઈડીએ લઈ લીધું છે. હવે એલઈડી માર્કેટમાં રહેશે. તો આ પ્રકારની પરીક્ષાઓ તો સામે આવતી રહે છે. તેવી જ રીતે જ્યારે પ્રથમવાર કોઈ ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદશે, તેનો ઉપયોગ કરશે ત્યારે જ તેના મનનો ડર દૂર થશે. પહેલાં લોકોના મનમાં ઈ-વ્હીકલ ખરીદવાનો ડર હતો, પણ માર્કેટમાં એક પછી એક નવાં ઈ-વ્હીકલ આવી રહ્યા છે. જેને લઈને ગ્રાહકોની શંકા દૂર થઈ જશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી