તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શોમાં ન રહી હોવા છતાં Audi-BMWની ચર્ચા રહી, હ્યુન્ડાઇની કાર્સ સૌથી વધારે પસંદ આવી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વીકેન્ડ હોવાને કારણે રવિવારે ઓટો એક્સપોમાં સેંકડો લોકોની ભીડ જોવા મળી હતી. લોકો તેમની મનપસંદ ગાડી જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ લાગી રહ્યા હતા. ઓટો એક્સપો જોયા બાદ તેમનું રિએક્શન શું હતું એ જાણવા માટે અમે શોમાં આવેલા લોકો સાથે વાત કરી. શો જોયા બાદ લોકોના રિએક્શન આ હતા.
 

કાર લેવાનું હું પણ વિચારી રહ્યો છું, શોમાં અનેક ઓપ્શન્સ મળ્યાઃ ગૌરવ (દિલ્હી)
વીકેન્ડ પર પરિવાર સાથે આ શો જોવા પહોંચેલી રોહણી (દિલ્હી)ના ગૌરવે જણાવ્યું કે, તે પહેલીવાર શો જોવા આવ્યા છે. તેથી, તે બહુ ઉત્સાહિત હતા. તેઓ કાર લેવાનું પણ વિચારી રહ્યા છે. એવામાં તેમને શોમાં ઘણા ઓપ્શન્સ પણ જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે, શોમાં મારો પહેલો એક્સપિરિયન્સ હતો જે બહુ સારો રહ્યો. તેમણે એમજી હેક્ટરને શો બેસ્ટ કાર જણાવી અને એમજીની કોન્સેપ્ટ કારને સૌથી યૂનિક કાર જણાવી. તેમના દીકરા પાર્થે જણાવ્યું કે, તેને કિઆ કાર્નિવલ સૌથી સારી લાગી. તેને કારનું ઇન્ટિરિયર બહુ પસંદ આવ્યું.
 

ટાટા મોટર્સમાં રાઇડ લેવાનો ચાન્સ મળ્યો - સિમરન અને મેઘા (નોર્થ દિલ્હી)
ઉત્તર દિલ્હીથી આ શો જોવા માટે આવેલી બે બહેનો સિમરન અને મેધાએ કહ્યું કે, તેમને ટાટા મોટર્સનું પેવેલિયન બહુ ગમ્યું. અમને ત્યાં રાઇડ લેવાનો ચાન્સ મળ્યો, અમે ત્યાં ઘણા બધા ફોટોઝ પણ ક્લિક કર્યા. વીકેન્ડ છે એટલે ભીડ પર બહુ વધારે છે. જો કે, બહુ બધી સુંદ કાર્સ પણ જોવા મળી. જમવાનું પણ બહુ સરસ હતું. પરંતુ તેના માટે પણ બહુ લાંબી લાઇન લાગેલી છે. તેમને સૌથી સરસ મર્સિડીઝની કાર્સ લાગી.
 

હ્યુન્ડાઇની હાઇડ્રોજન બેઝ્ડ કાર નેક્સો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગીઃ સિકંદર (દિલ્હી)
દિલ્હીમાં જોબ કરી રહેલા સિકંદરે જણાવ્યું કે, તેઓ છેલ્લાં ચાર વર્ષથી સતત ઓટો એક્સ્પોમાં આવી રહ્યા છે. શોમાં કિઆ અને હ્યુન્ડાઇના કોન્સેપ્ટ વર્ઝન બહુ સારા લાગ્યા. હ્યુન્ડાઇની હાઇડ્રોજન ફ્યુઅલ બેઝ્ડ કાર નેક્સો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. આ ઉપરાંત, એમજી મોટર્સનું પ્રેઝન્ટેશન પણ સારું લાગ્યું. તેમજ, તેમના મિત્રે કહ્યું કે, તેમને એમજીનો કોન્સેપ્ટ બહુ ગમ્યો. એમજીના પેવેલિયનમાં કાફે જેવી ફીલિંગ આવી હતી. તેમણે જણાવ્યું કે, તેમને 9 સીટર કાર્નિવલ બહુ ગમી.
 

ગ્રેટ વોલ મોટર્સ કાર્સ બહુ ગમીઃ મોનિકા (દિલ્હી)
પહેલીવાર દિલ્હીથી આવેલી મોનિકાએ કહ્યું કે, તેમનો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તેમને ગ્રેટ વોલ મોટર્સની કાર્સ પસંદ આવી હતી. આ સાથે તેમને આ કંપનીની F7 સિરીઝ બહુ ગમી. તેમણે જણાવ્યું કે, શોમાં આવેલી કંપનીઓએ કાર્સના ભાવ જાહેર નથી કર્યા. પરંતુ આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ ગાડીઓની કિંમત જાહેર કરે. જેથી, અમે વહેલી તકે તેને ખરીદી શકીએ. તેમણે જણાવ્યું કે, હું અહીં પહેલીવાર આવી અને મારો અત્યાર સુધીનો અનુભવ ઘણો સારો રહ્યો. અહીંનો ફૂડ કોર્ટ પણ સારો છે અને અમેઝિંગ કાર્સ પણ જોવા મળી હતી. તેમને રેનોની કોન્સેપ્ટ કાર સૌથી યૂનિક લાગી.
 

MG ZS EV ખરીદવાનું પ્લાનિંગ કરીશ - દેવ (ગાઝિયાબાદ)
ગાઝિયાબાદથી આવેલા દેવે જણાવ્યું કે, તે બીજીવાર આ શોમાં આવી રહ્યો છે અને આ વખતનો એક્સપિરિયન્સ પહેલાં કરતાં વધુ સારો રહ્યો. તેણે જણાવ્યું કે, તેને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના અનેક ઓપ્શન્સ જોવા મળ્યા. સૌથી મનપસંદ MG ZS EV લાગી અને તે ટૂંક સમયમાં જ તેને ખરીદવાનું પ્લાનિંગ પણ કરી રહ્યો છે.
 

મારી અપકમિંગ ગાડી ઇલેક્ટ્રિક જ હશેઃ અનુશ્રવ મુદ્રલ (ગાઝિયાબાદ)
ગાઝિયાબાદના અનુશ્રવ મુદ્રલે જણાવ્યું કે, આ શોમાં તેનો બીજો અનુભવ હતો જે પહેલા કરતાં બહુ સારો રહ્યો. સૌથી સારી વાત એ છે કે, હું અત્યાર સુધી ફક્ત પેટ્રોલ-ડીઝલ વાહનો ચલાવતો હતો, પરંતુ શોમાં ઘણાં ઇ-વાહન ઓપ્શન્સ જોયા બાદ તે હવે નવી ગાડી ઇલેક્ટ્રિક વ્હીકલ જ ખરીવાનું વિચારી રહ્યા છે. આ સિવાય, કિઆની સેલ્ટોસ અને કાર્નિવલ બેસ્ટ મોડેલ લાગ્યાં. શોનો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો