તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનુના પુત્ર ઇક્ષ્વાકુના વશજો યુરોપમાં...

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુરોપ પહોંચેલા અગ્નિપૂજક અને યમપૂજક સમુદાયોની વાત કર્યા બાદ હવે ઇક્ષ્વાકુવંશીઓની વાત કરી લઇએ. ઇસ્ટવિઓન્સ શબ્દ વિષે વિકીપીડિયા કહે છે કે Jacob Grimm તેમના પુસ્તક “Deutsche Mythologie” (દેવશ્વ માઇથોલોજી)માં કહે છે કે ‘Iscaevones’ સાચો શબ્દ છે.Istvaeonesશબ્દ મનુપુત્ર ઇક્ષ્વાકુની યાદ નથી અપાવતો? યુરોપ પહોંચેલા ઇક્ષ્વાકુવંશીઓ જળપ્રલયમાં બચી ગયેલા બાકીના મનુપુત્રોની શાખ પણ પૂરે છે. વિકીપીડિયા કહે છે કે મનુપુત્ર ‘ઇસ્તાએવ’ના વંશજો આરંભે એટલાન્ટિક કિનારે નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સમાં વસ્યા હતા. ઇસવીસન પૂર્વે ૫૦૦માં જર્મેનિક જાતિઓ જર્મની પહોંચી હતી. અથૉત્ સિકંદરના આક્રમણ સાથે સ્થળાંતરને નિસ્બત નથી. કોઇ અગમ્ય કારણસર સ્થળાંતર થયું હોવાનું માની શકાય. અમેરિકાની જેમ આ પ્રદેશની અચાનક ખોજ થઇ હશે? કપિસાના શાસક હતા ભરતવંશી. ભરતપુત્રોએ તક્ષશિલા અને તક્ષખંડ (તાશ્કંદ)ની રચના કરી હોવાનું આપણે યાદ રાખ્યું છે. અફઘાનિસ્તાનમાં ‘બાલ્ખ’ પ્રદેશ છે તો યુરોપમાં બાલ્કન પ્રદેશ. હિન્દુકુશ શૃંખલામાં બાલ્તિસ્તાન તો યુરોપમાં બાલ્ટિક પ્રદેશ. અયોધ્યા સાથે આ ઇક્ષ્વાકુવંશીઓને નિસ્બત હોય તે ઘટના સનાતન અને સ્વાભાવિક નથી લાગતી?મનુને અયોધ્યા મળવા આવેલા ‘અવેસ્થયા’ (વેતિસિ કે ઓવેસ્ત જાતિ) આ તમામ સંસ્કૃતિના કેન્દ્રસ્થાને છે? વૈદિક દેવી તારાને પૂર્વના બૌદ્ધોની જેમ યુરોપવાસીઓ પણ પૂજતા હતા. ‘વીરોં ’ જાતિનો વાસ છે તેવા ‘Estonia’ દેશમાં ‘તારાપીઠ’ (હા, પીઠ) આવેલી હતી, એટલું જ નહીં દેશના અનેક પ્રદેશોનાં નામ પાછળ આજે પણ ‘મા’ શબ્દ લાગે છે. તો આયર્લેન્ડના રાજવીનો રાજ્યાભિષેક તારા પહાડી પર થતો હતો. તારા હિલ અકબંધ છે અને તસવીરો નેટ પર મળશે. ‘કાફિર્સ ઓફ હિન્દુકુશ’ના પેજ-૭૫ પર ઉલ્લેખિત પ્રસુનવીરોંની યુરોપમાં હાજરી આ દેશમાં બરોબર પુરવાર થાય છે.તિબેટથી દૂર પહોંચ્યા પછી પણ કુળ અધિષ્ઠાતા મનુને સ્મૃતિમાં જાળવવા બ્રિટન - આયર્લેન્ડ વચ્ચેના ટાપુને નામ અપાયું ‘ઇસ્લે ઓફ મન’. ( તસવીરો નેટ પર છે) બ્રિટનના રાજકુળનો ટાપુ પર અધિકાર છે. બ્રિટન અને ફ્રાન્સનું રાજવીકુળ ઇક્ષ્વાકુવંશી હોવા અંગે હજી શંકા છે?‘દેવી બ્રિટાનિયા’ની તસવીર પણ ઘણું બધું કહેશે. યુરોપમાં ૧૨મી સદી પહેલાં ‘ગોડેસ’ નહીં ‘દેવી’ શબ્દ વપરાતો હતો. તસવીરની સમજ અપાઇ છે કે‘Briitannia is an ancient term for Great Britain, and also a female personification of the island.’ ભારતમાતાની તસવીર પણ અત્રે મુકાઇ છે. મૂળે તિબેટ સહિતના હિમાલય ક્ષેત્રમાં ભારતવર્ષની રચના થઇ હતી. ૧૩ મનુ હિમાલયક્ષેત્રમાં થઇ ગયા. જળપ્રલય બાદ ૧૪મા મનુએ અયોધ્યાની સ્થાપના કરતાં ભારતવર્ષનો હિમાલય બહાર વિસ્તાર થયો. જળપ્રલય બાદના એ કાળમાં મનુના ભાઇ યમ યુરોપના સાગરકાંઠે પહોંચ્યાનો આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે.તમિળ પાંડિયન શાસકો રોમમાં દુતાવાસ ધરાવતા હતા. (વિકીપીડિયા) તમિળ શબ્દ ‘પાન્ડિ’નો અર્થ છે આખલો. બુલફાઇટ પાંડિયન શાસકોની દેન છે. પૂરા વિશ્વમાં તમિળનાડુ તેમજ સ્પેન -પોર્ટુગલને બાદ કરતાં બુલ ફાઇટિંગની પરંપરા ક્યાંય નથી. પોર્ટુગલ -સ્પેન પાંડિયન પરંપરાના સંકેત આપે છે? કુરુક્ષેત્રના રણમેદાનમાં આ પાંડિયનોએ જ પાંડવ પક્ષે લડીને દ્રોણનાં બાણોનો સામનો કર્યો હતો. નેટ પરની કેલ્ટિક જાતિની યાદીમાં તમિળનાડુના શાસકકુળો ચેરા (Fir Chera) અને ચોલા (Cholmáin) પણ મળશે . ચોલા અને પાન્ડિયન શાસકો ચંદ્રવંશી હોવાની માન્યતા છે. ચંદ્રવંશી અંદિરાએ આંધ્રની સ્થાપના કરી હતી.તુલસીકૃત રામાયણમાં અયોધ્યા પાછા ફર્યા બાદ રામના ફાળે સીતાત્યાગ અને સીતાજીના ફાળે ધરતીમાં સમાઇ જવાનું આવ્યું હતું. રામ દ્વારા થયેલા સીતાત્યાગની ટીકા કરાતાં આજે કહેવામાં આવે છે કે એવા તે કેવા રામ કે એક વ્યક્તિના બોલને કારણે પત્નીને ત્યજી દીધી? લાગે છે કે રામાયણ રચનાકારે પ્રતીકાત્મક રીતે એક નિંદકની વાત કરીને બાકીના નિંદકો ભણી ઉદારતા દાખવી હશે. નહીંતર રામ સીતાજીનો ત્યાગ કરે જ શા માટે?જોકે સાવ એવું નથી. ધરતીમાં સમાઇ રહેલી સીતાને પાછા વાળવા પણ પોકાર થયા હતા. ઈતિહાસ, ભૂગોળ કે ધર્મશાસ્ત્ર એમ કોઇપણ જાણકારી ના ધરાવતાં એક વૃદ્ધા પાસેથી છૂટી પડેલી પંક્તિઓ ગણતરીના દિવસ પહેલાં અનાયાસ સામે આવી છે . .‘ખબરદાર મત ત્યાગના ઇસ તરહસે પ્રાણ, વો આનેવાલે કોઇ ઓર નહીં , પશ્ચિમ કે પશ્ચિમી યોગી થે ,યોગીશ્રી વાલ્મીકિજી થે . . . બોલા, બેટી ધીરજ રખો.., યું પ્રાણ ગંવાના ઠીક નહીં.. ગુસ્સે ઔર મુસીબત મેં મતિકા ભૌંરાના ઠીક નહીં.. .તુમ તો વૈદેહી પુત્રી હો , યું ડૂબકે મરના લજજા હૈ . . .બૂરી બદનામી કે ડરસે , યું ડૂબકે મરના લજજા હૈજિસકા પતિ હૈ ભારતનરેશ , જો રાજેશ્વરી કહલાતી હૈવો હી મારી મારી ફીરતી ,રહને કોઠોર ના ખાતી હૈઆતી હૈ યહાં હંસી મુઝકો , વિદનાકી(વિધી) ઉલટી માયા હૈ ભાંતસતી (ભારતસતી) જો નારી હૈ ,ઉસકો દોષી ઠહરાયા હૈ . . .! ’યાત્રાનાં સંભારણાં: વળતી રેલવે સફર ટાણે પણ યાત્રાની સ્મૃતિઓ પીછો છોડતી નહોતી. એક સાધુએ બળાપો ઠાલવતાં કહ્યું હતું કે અશોક સમ્રાટ રહ્યા એટલે યાદ રખાયા. તેમના મોટાભાઇ હતા ભર્તુહરી. ઈતિહાસ ભર્તુહરીની નોંધ લેતો નથી. ભર્તુહરી તો સમ્રાટપદ છોડીને સંન્યાસી બન્યા હતા. ભર્તુહરી અને પિંગળાની સ્મૃતિને તો સદીઓથી હાથમાં રાવણહથ્થો લઇને ફરતા માત્ર ભરથરી જ તાજી રાખી રહ્યા છે. પણ આજે યુરોપમાં તેનાથી વિપરીત સ્થિતિ છે. છેલ્લા બે દાયકાથી ‘સોલર ટેમ્પલ કલ્ટ’ના લોકો આત્મહત્યા તરફ વળ્યા છે. કેનેડા, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડમાં બનેલી સામૂહિક આત્મહત્યાની ઘટનાઓને સમજવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ‘સોલર ટેમ્પલ કલ્ટ’ પોતાને ટેમ્પલારના વારસો ગણે છે. હકીકતો નેટ પર છે.(ક્રમશ:)રામ એક ખોજ-૩૨, ચંદ્રકાન્ત મારવાડી

Related Articles:

ચંદ્રકાન્ત મારવાડી: મહાસાગરને તીર
ચંદ્રકાન્ત મારવાડી: રામેશ્વરમ ધામમાં
ચંદ્રકાન્ત મારવાડી: દેવદૂત મળી ગયા
ચંદ્રકાન્ત મારવાડી: રામેશ્વરમ ભણી
ચંદ્રકાન્ત મારવાડી: ભદ્રાંચલમ ભણી
ચંદ્રકાન્ત મારવાડી: કનકદુર્ગાના ધામમાં