તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનુથી મન્નુસ સુધી..

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મેનિક ટ્રાઇબ્સ વિષે વિકિપીડિયા કહે છે કે રોમનકાળના લેખકોએ આપેલા સંકેત મુજબ ‘મનુઓની’ ( બહુવચન શબ્દસૂચક છે.) વંશ જ જર્મેનિક જાતિઓ નીચે દર્શાવેલા કુળોમાં વિભક્ત છે. Istvaeones (ઇસ્તવિઓ ન્સ), Irminones (ઇર્મિનોન્સ) અને Istvaeones (ઇંગ્વીઓન્સ).પોતે મનુવંશી હોવાના પુરાવા યુરોપે સામે જ રાખ્યા છે. પુરાવા ચકાસવા જે.પી.મિત્તલ દ્વારા લિખિત ‘હિસ્ટ્રી ઓફ એંસિયન્ટ ઇન્ડિયા ૭૩૦૦ બી.સી. ટુ ૪૨૦૦ બી.સી.’ જોઇએ (નેટ પર છે). પ્રકરણ -૩માં જળપ્રલય પહેલાંના વૈદિકકાળના વિવિધ ૧૩ મનુની સમજ અપાઇ છે. પ્રકરણ-૧૧માં જળપ્રલય બાદ આપણા (૧૪મા) મનુએ હિમાલયની શૃંખલા છોડી અયોધ્યાની સ્થાપના (ઇસવીસનપૂર્વે ૬૦૦૦) કર્યાની વાત છે. પ્રકરણ- ૧૨ જળપ્રલય પછીની અવ્યવસ્થાઓ વચ્ચે દેવસંસ્કૃતિને કાયમ રાખવાની મનુની ચિંતાની વાત કરે છે. તિબેટથી ઇન્દ્ર ચંદ્રપુત્ર બુધને અયોધ્યા મનુની મદદે મોકલે છે. (બુધ અને મનુપુત્રી ઇલાનાં લગ્ન થતાં ચંદ્રવંશનો ઉદય થયો) મિત્તલના પુસ્તક આધારે તાળો મેળવવાનું શરૂ કરીએ તો તિબેટના અમરાવતીથી ‘અવસ્થ્યા’(AVASTHYA) (પેજ-૯૩) અયોધ્યા પહોંચ્યા હતા. (અવસ્થ્યા પણ જળપ્રલયમાં બચ્યા?) અવસ્થ્યા સાથે સમીક્ષા કરીને મનુએ દેવસંસ્કૃતિને અકબંધ રાખવા માટે નીતિનિયમો ઘડ્યા. બીજી તરફ અગ્નિપૂજકોના ધર્મગ્રંથનું નામ અવેસ્તા છે, તો રામવંશીઓ સાથે યુરોપ પહોંચેલા દ્રુઇદ પરંપરાના (o’vateis) ‘ઓ’વેત્સ’(વેટ્સ) છે . એ જ ‘ વેટ્સ ’ તમને વેટિકન સુધી પહોંચાડશે. અયોધ્યા પહોંચેલા અવસ્થ્યા, અવેસ્તા અને ‘ઓવેત્સ’ વચ્ચે અંતર દેખાય છે? હા, યુરોપમાં મનુવંશીઓ હોવાનો પુરાવો સ્વયં વેટિકન છે. યુરોપમાં પણ ઓવેત્સને માર્ગદર્શક બનાવીને દેવ સંસ્કૃતિને બચાવી લેવા જ પ્રયાસ થઇ રહ્યો છે? જળપ્રલયમાં બચી ગયેલા તમામ આર્યો અને દ્રવિડોને એક દોરામાં પરોવતું દૈવીપાત્ર એટલે અયોધ્યા પહોંચેલા અવસ્થ્યા? આપણા અવસ્થ્યા ક્યાં?: અયોધ્યાથી શરૂ કરીને આર્યાવ્રત જેવા વિશાળ આયામ સુધી પહોંચેલી આપણી સંસ્કૃતિમાંથી અવસ્થ્યા ક્યાં અને ક્યારે ઓઝલ થઇ ગયા? જળપ્રલય પહેલાંની વૈદિક દેવસંસ્કૃતિ, અયોધ્યાની સ્થાપના સાથે શરૂ થયેલા સતયુગ, ત્રેતાયુગ,દ્વાપર અને કૃષ્ણના દિવંગત (૩૧૧૪બી.સી.) થવા સાથે શરૂ થયેલા કળિયુગને એક્સૂત્રતામાં સાંકળીને માર્ગદર્શન પૂરું પાડી શકે તેવા અવસ્થ્યાથી આપણે ક્યાં છુટા પડી ગયા? આપણી વિચ્છિન્નતાના બીજ આ ઘડીમાં સમાયેલાં છે? અવસ્થ્યા બાદ આપણને એકમાત્ર આદિ શંકરાચાર્યજીએ સંભાળી લીધા. અવસ્થ્યાથી વિખૂટા પડતાં વૈદિક પરંપરા સાથેની નાળ છૂટી પડી જતાં આપણે કણસી રહ્યા છીએ? Ingvaeones : મિત્તલનું પુસ્તક (પેજ-૯૩) કહે છે કે મનુના મિત્ર અગ્નિ પશ્ચિમમાંથી અયોધ્યા મનુને મળવા આવ્યા હતા. (અગ્નિ પણ જળપ્રલયમાં બચ્યા?) મિત્રો વચ્ચે જળપ્રલય પછીની સ્થિતિ વિષે વાત થઇ હતી. ઇરાનમાં અગ્નિપૂજકો રહેતા હતા અને તેમના ધર્મગ્રંથનું નામ હતું અવેસ્તા. યુરોપ પહોંચેલા ‘ઇન્ગવિઓન્સ’ની ઓળખ વિષે પ્રશ્ન ના જ રહેવો જોઇએ. કપિસાના ચલણી સિક્કાની એક બાજુ ઇરાનના પવિત્ર અગ્નિનું પ્રતીક હતું. કપિસા અને પિર્શયા સનાતન મિત્ર રાજ્યો રહ્યા હોવાનો આ પુરાવો છે. જર્મનીને એક સમયે પ્રશિયા કહેવાતું હતું તો ઇરાનને પિર્શયા.અયોધ્યાના મનુ અને અગ્નિ વચ્ચેની સનાતન મૈત્રીનું પ્રતીક એટલે યુરોપ? Irminones: - મિત્તલ કહે છે કે ( પેજ -૯૩) મિત્ર અગ્નિએ મનુને કહ્યું કે તેમના(મનુના) ભાઇ યમ પણ જળપ્રલયમાં બચી ગયા છે. પશ્ચિમમાં દરિયા કિનારે જળપ્રલય પછીના અગણિત મૃતદેહો મળતાં ત્યાં મૃત્યુલોક નામ આપીને સ્વર્ગ અને નર્ક નામે વસાહતો રચી છે. પી.એન.ઓક સ્વિડન એટલે સ્વર્ગે અને નોર્વે એટલે નર્કે કહેતા ગયા છે. સ્વિડન વિષે વિકિપીડિયા જોતાં સ્વર્ગે (Sverige ) વંચાશે અને ત્યાં નર્કે પ્રોવિન્સ આજે પણ છે. ‘કાફિર્સ ઓફ હિન્દુકુશ’માં ઉલ્લેખિત કાફિર્સ ‘ઇમરા’ નામે યમની પૂજા કરતા હતા. યમપૂજકો એટલે ઇર્મિનોન્સ ? જર્મેનિક ગોથિક જાતિઓનો આ વર્ગમાં સમાવેશ થાય છે. ગોથ જયુટલેન્ડમાં પણ વસતા હતા.(પેજ-૭૫: કાફિરિસ્તાનની સફેદપોશ કાફિર્સ જાતિઓ સાથે આ ગોથિક જાતિઓને સંબંધ છે?) યુરોપમાં મનુવંશીઓનું અસ્તિત્વ શું અયોધ્યાની સ્થાપનાના આરંભિક ઈતિહાસના એકેએક વાક્યને સાર્થક કરી રહ્યું છે? ન્કૌચ્ શબ્દને વિકિપીડિયા પર અજમાવશો તો યમ મળી જશે. આપણે અયોધ્યા કેન્દ્રિત મનુ સંસ્કૃતિની પરિધીઓને સ્પર્શવા મથ્યા કરીએ છીએ. પણ જળપ્રલયમાં બચી ગયેલા મનુના ભાઇ યમ અને મિત્ર અગ્નિની દાસ્તાં આપણાથી જુદી ના હોઇ શકે? પ્રોમિથિયસ અગ્નિ માટે ઝઝૂમતું પાત્ર. મનુના ભાઇ યમને આપણે ‘જમ’ કહીએ છીએ અને જરથોસ્તીઓ જમશેદ. જોકે યુરોપમાં ઇક્ષ્વાકુવંશીઓની હાજરી આપણને યુરોપની નજીક લઇ જાય છે. જેની વાત આગળ પર. ડચ અને દેવશ્વ : ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કોટ ઓફ આર્મમાં શિવ પાર્વતીનું નિરૂપણ હતું. ડચ શબ્દને મૂળે ‘ Dietsch ’ કે ‘Deutsch રીતે લખાતો હતો. ( દેવશ્વ?) સ્વિડન વિષે એમ પણ કહેવાય છે કે‘ શબ્દ મૂળે Swihoniz meaning one’sown (શિવોહમ કે સોહમ?)માંથી જન્મ્યો છે. શિવપાર્વતીના પ્રતીક સાથે વિશ્વભરમાં જવા છતાં થયેલા કારમા અનુભવો અને ફ્રાન્સના ઇક્ષ્વાકુવંશી શાસક લુઇ ૧૬એ ,‘ હું કેપેટ નથી’ એમ કહી દેતાં આ પ્રજાએ દેવશ્વ શબ્દને સંદુકમાં બંધ કરી દીધો? વળતી ટ્રેન સફર: ટ્રેનમાં બેઠા ગંગક્ષેત્રીથી રામેશ્વરમના પ્રવાસે ફરી નીકળ્યો. ઉત્તરકાશીથી આગળના માર્ગે મળી ગયેલા સાધુએ ચલમ પિતા કહ્યું હતું કે,‘ પહેલાં દેવો ભૂમિ પર સદેહે વિચરતા હતા. લોકોને યોગ્ય માર્ગે વાળવા સમજાવતા રહેતા હતા, પરંતુ કોઇ ના માનતાં સમજાવતા સમજાવતા દેવો આખરે પથ્થર બની ગયા.’ દેવો પથ્થરમાં તબદીલ થઇ ગયાની કરુણતા ઘણું બધું કહી જાય છે. (ક્રમશ:) રામ એક ખોજ-૩૧, ચંદ્રકાન્ત મારવાડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો