હેલિકોપ્ટરમાંથી 'બાપુ' બહાર નીકળતા જ ભક્તો વધાવી લીધા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બિલીયામાં ભાગવત કથાની પૂણૉહુતિ નિમિત્તે આશારામ બાપુનો સત્સંગદરેક મનુષ્ય આત્મામાં પરમાત્માને નિહાળશે તો જ જીવનમાં શાંતિ મળશે એમ સિદ્વપુર તાલુકાના બિલીયા ગામે પ.પૂ.શાસ્ત્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી સુરતવાળાની ભાગવત સપ્તાહની પૂણૉહુતિ પ્રસંગે શુક્રવારે પૂ.આશારામ બાપુએ જણાવ્યું હતું.શુક્રવારે ગામમાં બનાવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટરમાંથી પૂ.આશારામ બાપુ બહાર નીકળ્યા ત્યારે વિશાળ સંખ્યામાં ભકતજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.બિલીયામાં ભાગવત કથાની પૂણૉહુતિ પ્રસંગે યોજાયેલ દિવ્ય સત્સંગમાં પૂ.આશારામજી બાપુએ કથાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આજના અર્થ યુગમાં માણસ આર્થિક પ્રવૃત્તિઓ ચોક્કસ કરે પરંતુ તેનાથી જીવન ધન્ય નહીં બને જો મનુષ્યમાં આધ્યાત્મિક શક્તિ કે ધાર્મિકતા નહીં હોય તો જીવન નિરર્થક નીવડશે. ધર્મ ઉપદેશથી માણસના જીવનમાં ઉચ્ચ વિચારનું ભાથુ તૈયાર થાય છે. દરેક મનુષ્યે આત્મામાં પરમાત્માને નિહાળવાથી શાંતિ મળે છે તેવું તેમણે જણાવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય યજમાન કાશીબેન નરોત્તમભાઇ સિદ્ધપુરવાળા હતા. ભાગવત સપ્તાહમાં સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિરના મહંત ચંદ્રપ્રકાશ સ્વામીજી, બિલીયાના સ્વામી વ્રજવિહારી દાસજી, સંત તુલસીદાસજી, રાજુભાઇ મહારાજ (વડોદરાવાળા) એપીએમસીના ચેરમેન સમીરભાઇ વ્યાસ સહિત ગામના સ્થાનિક આગેવાનો તેમજ મોટીસંખ્યામાં ભકતજનોએ ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો.