ચૂંટણી તૈયારી : યુપીથી ૨૮પ૦ વોટિંગ મશીન મહેસાણા લવાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની આગામી ચૂંટણી માટે જિલ્લામાં ઇલેકટ્રોનિક્ વોટિંગ મશીન પુરતા હોવા છતાં ચૂંટણીપંચના આદેશને પગલે ઉત્તરપ્રદેશથી ૨૮પ૦ મશીન મહેસાણા લવાયા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને દિવસે દિવસે માહોલ ગરમાઇ રહ્યો છે. જિલ્લામાં સમાવિષ્ટ સાત બેઠકો માટે ગ્રામ્ય તથા શહેરી મળી કુલ ૧૬૦પ મતદાન મથકોની યાદી પણ તૈયાર કરી દેવાઇ છે અને મતદાનમાં ઉપયોગમાં લેવાનાર ઇલેકટ્રોનિક વોટિંગ મશીનોની પણ ખાસ તજજ્ઞો ચકાસણી પણ કરી દેવાઇ છે. જિલ્લા ચૂંટણી કચેરી હસ્તક બે હજાર જેટલા વોટિંગ મશીનોનો પૂરતો જથ્થો હોવા છતાં ચૂંટણીપંચ દ્વારા વધુ મશીન લાવવા તાકીદ કરી હતી. જેને પગલે મહેસાણા કચેરીની સાત સભ્યોની ટીમ ગત સપ્તાહે ઉત્તરપ્રદેશ જવા રવાના થઇ હતી. આ ટીમ ૨૮પ૦ ઇવીએમ લઇ ગુરુવારે મોડી રાતે પરત હતી. જોકે અહીં લવાયેલા ઇવીએમનો ઉપયોગ મહેસાણા સહિ‌ત સમગ્ર ઉત્તર ઝોનમાં જરૂર પડે કરવામાં આવશે એવું કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.