Live: ટોસ જીતી ઈંગ્લેન્ડનો બોલિંગનો નિર્ણય, સેહવાગ-ઝહિર આઉટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભારતે આપેલા 171 રનના લક્ષ્યાંક સામે 80 રનમાં ખકડ્યું ઈંગ્લેન્ડ
- ઈંગ્લેન્ડનો 90 રને શરમજનક પરાજય
- મેન ઓફ ધ મેચ હરભજનની ચાર વિકેટ
- પિયુષ ચાવલા અને ઈરફાન પઠાણની 2-2 વિકેટ
- રોહિત શર્માના અણનમ અડધી સદી, ઠોક્યા 55 રન


રોહિત શર્માની તોફાની અણનમ અડધી સદી બાદ મેન ઓફ ધ મેચ હરભજન સિંહ અને પિયુષ ચાવલાની ઘાતક બોલિંગની મદદથી ભારતે ઈંગ્લેન્ડને 90 રને કારમો પરાજય આપ્યો છે. જોકે, ગ્રુપ-એની ત્રીજી ટીમ અફઘાનિસ્તાન પહેલાથી જ ટી20 વર્લ્ડકપની બહાર થઈ ગઈ હોવાથી ભારત અને ઈંગ્લેન્ડ બન્ને ટૂર્નામેન્ટના સુપરએટ રાઉન્ડમાં પહોંચી ગયા છે.

કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે રોહિતની અણનમ અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડ સામે 171 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઈરફાન પઠાણે તેની પ્રથમ બે ઓવરમાં જ ઈંગ્લિશ ટીમને બે ઝટકા આપીને બેકફૂટ પર મૂકી દીધી હતી. પરંતુ ઈંગ્લિશ ટીમનો ખરો ધબડકો સ્પિરન હરભજન સિંહ અને પિયુષ ચાવલની બોલિંગમાં થયો હતો. અંગ્રેજ બેટ્સમેનોએ આ બન્ને સ્પિનરો સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા. જેના કારણે ઈંગ્લેન્ડ 14.4 ઓવરમાં 80 રન બનાવીને ઓલ-આઉટ થઈ ગયું હતું.

ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ક્રેગ કિસ્વેટરે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 11 અને જેડ ડર્નબેચે 12 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઈંગ્લેન્ડનો એક પણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો નહોતો. ભારત તરફથી હરભજન સિંહે 4 અને પિયુષ ચાવલા તથા ઈરફાન પઠાણે 2-2 વિકેટ લીધી હતી. અશોક ડિંડાને 1 સફળતા મળી હતી.

- ભારતીય બેટિંગ

કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વીરેન્દ્ર સેહવાગની ગેરહાજરીમાં ઈરફાન પઠાણ ગૌતમ ગંભીર સાથે ઓપનિંગમાં આવ્યો હતો. પરંતુ ભારતની આ રણનીતિ કારગત સાબિત ન થઈ અને ઈરફાન સસ્તામાં આઉટ થઈ ગયો હતો. બાદમાં વિરાટ કોહલી અને ગંભીરે આક્રમક ઈનિંગ્સ રમી હતી. જ્યારે અંતિમ ઓવરોમાં રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી જેની મદદથી ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 170 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ અણનમ 55 રન બનાવ્યા હતા જ્યારે ગૌતમ ગંભીરે 45 અને વિરાટ કોહલીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી સ્ટીવન ફિને 2 તથા જેડ ડર્નબેચ અને ગ્રીમ સ્વાને 1-1 વિકેટ લીધી હતી.


તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં
પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી
આજેય ગાંગુલીની આ દાદાગીરીનું અહેસાન માનતો હશે સચિન
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા