‘ધોનીના મિત્ર’એ રમી રેકોર્ડ બ્રેક ઈનિંગ્સ, ચમક્યો ચેતેશ્વર પૂજારા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુરલી વિજયની રેકોર્ડબ્રેક 266 રનની ઈનિંગ્સ અને હરમીત સિંહ તથા ઉમેશ યાદવાની ઘાતક બોલિંગની મદદથી રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ઈરાન ટ્રોફી 2012 પોતાના નામે કરી લીધી છે. એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સુકાની ચેતેશ્વર પૂજારાની આગેવાનીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ રાજસ્થાનને એક દાવ અને 79 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો.રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પોતાનો પ્રથમ દાવ 7 વિકેટ 607 રન પર ડિક્લેર કર્યો હતો. જવાબમાં રાજસ્થાન બીજા દાવમાં 275 રન બનાવીને ઓલ-આઉટ થઈ ગઈ હતી.રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે મુરલી વિજયે 266 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ઈરાની ટ્રોફીમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. વિજયે 394 બોલનો સામનો કરતા પોતાની ઈનિંગ્સમાં 36 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.આવો જોઈએ કેવી રીતે મુરલી વિજયની ઈનિંગ્સની મદદથી ચેતેશ્વરના ચિત્તાઓએ રાજસ્થાનને કચડી નાંખ્યું.....

એક મેચમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ, અને આ SINGH બન્યો KING
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા
પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ