આ ચૂંટણી વ્યકિત અને વિચારધારાની લડાઇ છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમરેલી અને સાવરકુંડલાની મુલાકાતે શકિતસિંહ ગોહિ‌લ અમરેલી જિલ્લામાં કાર્યકર્તાઓ અને બુથ પ્રતિનિધીઓ સાથે બેઠક માટે આવી પહોંચેલા વિરોધ પક્ષના નેતા શકિતસિંહ ગોહિ‌લે આજે અમરેલીમાં બોલતા જણાવ્યું હતું કે કોંગ્રેસની ભાજપ સાથેની લડાઇ એ વ્યકિત અને વિચારધારાની લડાઇ છે. તેમણે એમપણ જણાવ્યું હતું કે ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયનો ખોટો પ્રચાર કરનાર રાજ્ય સરકારને અમે જવાબ આપવા તૈયાર છીએ. વિરોધ પક્ષના નેતા શકિતસિંહ ગોહિ‌લ આજે અમરેલી અને સાવરકુંડલાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે આજે સાવરકુંડલામાં તથા અમરેલીમાં બુથ પ્રતિનિધીઓ અને પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી. સાવરકુંડલામાં આ બેઠક લોહાણ બોર્ડિગ ખાતે તથા અમરેલીમાં કોળી પટેલ સમાજની વાડી ખાતે કાર્યકરો સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચુંટણી તે વ્યકિત અને વિચારધારા વચ્ચેની લડાઇ છે. ગુજરાતને કેન્દ્ર સરકાર દ્રારા અન્યાય થયાનો રાજ્ય સરકાર દ્રારા ખોટો દુષપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાતર, ગેસ, કપાસ વિગેરે મુદ્દે અમે સરકારને જવાબ આપવા તૈયાર છીએ.