હામાપુરમાં સિંહોએ બે ગાય અને એક રોઝનું મારણ કર્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણ સિંહોના આગમનથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો બગસરા તાલુકાના હામાપુર ગામે જંગલમાંથી ત્રણ સિંહ અને બે બચ્ચા સાથેનો પરિવાર ખેતરોમાં આવી ચડતા ખેડુતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ પરિવારે બે ગાય અને એક રોઝનું મારણ કરી મજિબાની માણી હતી. પ્રાપ્ત વિગત અનુસાર બગસરા તાલુકાના હામાપુર ગામે ગઇરાત્રીના સિંહ પરિવાર આવી ચડયો હતો. ધારી રોડ પર ઉપલી ધાર વિસ્તારમાં આવેલા રમેશભાઇ ગોહિલના ખેતરમાં આ પીરવારે ધામા નાખ્યા હતાં. અને ખેતરના ફરજામાં બાંધેલી એક ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું. આ ઉપરાંત ખેતરમાં રખડતા એક રોઝનું પણ મારણ કરી આ પરિવારે મજિબાની માણી હતી. સવારના સમયે ખેડુતોની અવરજવર થતા તમામ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. બાદમાં સિંહ પરિવારે જંગલની વાટ પકડી લીધી હતી. આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી. હવે છેક જંગલમાંથી સિંહો ગામમાં આવી જતા હોય ખેડુતોએ માલઢોરની સવા બે કરવાની વ્યવસ્થા ગોઠવી છે.