ગિરનાર પાસેથી મળેલા બીમાર વનરાજનું સારવારમાં મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પગમાં થયેલી ઈજાનું ઈન્ફેકશન શરીરમાં લાગતા મોત થયાનું પ્રાથમિક તારણ જુનાગઢનાં ગિરનાર જંગલની ઉત્તર ડુંગર રેન્જનાં વડાલ ગામના રેવન્યુ વિસ્તારમાંથી ગઇકાલે દિવસો પહેલાં વનકર્મચારીને પેટ્રોલિંગ દરમ્યાન એક સિંહ બિમાર હોવાનું માલુમ પડ્યું હતું. આથી ટ્રેકર પાર્ટીને બોલાવી તેને સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડાયો હતો. જ્યાં સાડા પાંચ વર્ષની વયનાં આ બિમાર સિંહે સક્કરબાગ ઝૂમાં આજે દમ તોડી દીધો હતો. વનવિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ પગમાં થયેલી ઈજાનું ઈન્ફેકશન શરીરમાં લાગતાં મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તા.૩૧ જાન્યુઆરીનાં રોજ બપોરબાદ પેટ્રોલીંગ દરમિયાન જુનાગઢ ઉત્તર રેન્જનાં જાબંુડી રાઉન્ડના વડાલ ગામના રેવન્યુ વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમિયાન એક બિમાર સિંહ મળી આવ્યો હતો. જેને વનવિભાગની ટીમ અને સક્કરબાગ ઝૂની રેસ્કયુ ટીમે તાત્કાલીક સારવાર માટે સક્કરબાગમાં ખસેડયો હતો. જ્યાં સારવાર કારગત નહોતી નીવડી અને તેનું મોત નિપજ્યું હતું. આ અંગે આરએફઓ કનેરીયાએ જણાવ્યું હતું કે, સહિની ઉંમર આશરે સાડા પાંચ વર્ષની છે તેના પાછળના પગમાં થયેલી ઈજાનું ઈન્ફેકશન આખા શરીરમાં ફેલાઇ જતાં મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક સિંહને પગમાં થયેલી ઇજા બાદ ઘામાં પરૂ થઇ ગયું હતું. જેનું ઇન્ફેકશન આખા શરીરમાં ફેલાઇ ગયાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, તાલાલા તાલુકાની માફક જૂનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ગામોમાં પણ સિંહની અવરજવર વધી ગઇ છે. ક્યારેક આ સિંહોને ઇજા થયા બાદ દિવસો સુધી ઘાવ ન રૂઝાય તો સ્થિતી ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે.